ગોકુળનગર નઝરાણા જૈન સંઘના જૈન ભવનમાં શાશ્વતી નવપદની આયંબિલની ઓળી કરાઈ
જૈનાચાર્ય પદ્મદર્શનસૂરિજી મહારાજની પાવન નિશ્રામાં ઓળીમાં 300 જેટલા આરાધકો જોડાયા હતા તપસ્વીઓના પારણાંનો લાભ સંઘવી પારસમલજી મુંથા પરિવાર જાલોરવાળાએ ભારે હર્ષોલ્લાસપૂર્વક લીધો ભરૂચ 27 ઓક્ટોબર (હિ.સ.) : ગોકુળનગર નઝરાણા જૈન સંઘના જૈન ભવનમાં પ્રવચન
ગોકુળનગર નઝરાણા જૈન સંઘના જૈન ભવનમાં શાશ્વતી નવપદની આયંબિલની ઓળી કરાઈ


ગોકુળનગર નઝરાણા જૈન સંઘના જૈન ભવનમાં શાશ્વતી નવપદની આયંબિલની ઓળી કરાઈ


ગોકુળનગર નઝરાણા જૈન સંઘના જૈન ભવનમાં શાશ્વતી નવપદની આયંબિલની ઓળી કરાઈ


જૈનાચાર્ય પદ્મદર્શનસૂરિજી મહારાજની પાવન નિશ્રામાં ઓળીમાં 300 જેટલા આરાધકો જોડાયા હતા

તપસ્વીઓના પારણાંનો લાભ સંઘવી પારસમલજી મુંથા પરિવાર જાલોરવાળાએ ભારે હર્ષોલ્લાસપૂર્વક લીધો

ભરૂચ 27 ઓક્ટોબર (હિ.સ.) : ગોકુળનગર નઝરાણા જૈન સંઘના જૈન ભવનમાં પ્રવચન પ્રભાવક જૈનાચાર્ય પદ્મદર્શનસૂરિજી મહારાજની પાવન નિશ્રામાં નવપદ ભક્તિ મહોત્સવ અંતર્ગત શાશ્વતી નવપદની આયંબિલની ઓળીમાં 300 જેટલા આરાધકો જોડાયા હતા. આ તમામ તપસ્વીઓના પારણાંનો લાભ સંઘવી પારસમલજી કેવલચંદજી મુંથા પરિવાર જાલોરવાળાએ ભારે હર્ષોલ્લાસપૂર્વક લીધો હતો. જૈન સંઘ તરફથી પરિવારનું શાલ ઓઢાડીને કંકુ તિલકપૂર્વક બહુમાન કરવામાં આવ્યું હતું.

આ પાવન અવસરે મંગલ આશીર્વાદ પૂર્વક આચાર્યપ્રવર પદ્મદર્શનસૂરિજી મહારાજે તપધર્મ કરનારા તપસ્વીઓનું અભિવાદન કર્યું હતું અને તપોત્સવ અને પારણોત્સવ કરાવનારા પરિવારનું પણ અભિવાદન કર્યું હતું.

જૈનશાસનનો તપ ધારદાર તલવાર ઉપર ચાલવા જેવું છે.ભૌતિક સુખો પાછળ ભુરાંટા બનેલાઓ હોટલો, હિલ સ્ટેશનો અને ખાઉધરા ગલીઓમાં ખાવા માટે લાઇન લગાવીને ઉભા છે. ત્યારે જૈન ધર્મમાં અબાલ વૃદ્ધો 9 દિવસ સુધી એક ટંક ભોજન બાફેલું અને રુક્ષ ભોજન કરે તે વિશ્વની આઠમી અજાયબી ગણાય. વિઘ્નોના વાદળોને વિખેરી નાખવા માટે જૈન શાસનનો તપ એ શિરમોર કક્ષાનો છે. વધુ પડતું ખાનારાઓ અને વારંવાર જ્યાં ને ત્યાં ખાનારાઓ જ મોટા ભાગે માંદગીમાં સપડાતા હોય છે.

હોટલ ટુ હોસ્પિટલમાં જનારા ઘણાં બધા છે,જ્યારે હોમ ટુ હોસ્પિટલ જનારા બહુ ઓછા હોય છે. આજે એવો એક મેનીઆ ચાલ્યો છે કે ઘરનું શુદ્ધ અને સાત્વિક ભોજન ભાવતું નથી અને હોટલ સિવાયનું ફાવતું નથી. દશેરાના ફાફડા-જલેબી અને શરદ પૂર્ણિમાની ઘારી અને ભુંસુ છોડીને તપ કરનારા તપસ્વીઓ આ કાળમાં મહાન છે. તપની સીઝન પુરી થાય ત્યારે ત્યાગની સીઝન જોરમાં ચલાવવી જોઇએ. ઉપવાસ એ આત્માનું પોતાનું ઘર છે. આયંબિલ એ મિત્રનું ઘર છે જ્યારે ઘી, દૂધ, મિષ્ટાન્ન, ફરસાણ વગેરે શત્રુઓનું ઘર છે. શત્રુઓના ઘરથી હર ક્ષણે સાવધાન રહેવાનું છે. સઘળા પાપોનું આધાર સ્થાન શરીર છે. તનને કંટ્રોલમાં રાખવું હોય તો અને મનનો કંટ્રોલ કરવો હોય તો નવપદના ધ્યાનમાં લીન થવું જોઇએ. ધ્યાન પણ ત્યારે જ સારું થશે કે જ્યારે ભોજનમાં સાદગી આવશે. શરીરમાં ગમે તેવા બહારનાં કચરા નાંખીને બગાડશો નહિં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande