

પોરબંદર, 28 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર પંથકમાં દુષ્કાળ અને ઘાસચારાની અછત
વચ્ચે પશુપાલકોને રાહત આપવા પોરબંદર જિલ્લા
સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (સુદામા)દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલોફેટે રૂ.15નો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. 1 નવેમ્બર, 2026થી અમલી બનનારા આ નિર્ણયથી પશુપાલકોને પ્રતિ કિલો ફેટે કુલ રૂ.900 મળશે.
સુદામાના
ચેરમેન ડૉ. આકાશ રાજશાખાના અધ્યક્ષસ્થાને 27 ઓક્ટોબરે યોજાયેલી બોર્ડ મિટિંગમાં પશુપાલકોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વરસાદની અછત, ઘાસચારાના વધતા ભાવ અને પશુઓના નિભાવના ખર્ચ વચ્ચે
પશુપાલકોને આર્થિક રાહત આપવાના હેતુથી ખરીદ ભાવમાં
વધારો મંજૂર કરાયો છે. સંઘના મેનેજિંગ
ડિરેક્ટર અને નિયામક મંડળના
સભ્યોએ પણ આ નિર્ણયને આવકાર્યો હતો.
માર્ચ 2027 સુધી વિશેષઇન્સેન્ટિવ
ચાલુ રહેશે
સુદામાના ચેરમેનના જણાવ્યા મુજબ, મૂળખરીદ ભાવ પ્રતિ કિલો ફેટે રૂ.885 અનેરૂ.15ના ઇન્સેન્ટિવ સાથે કુલ રૂ.900 ચૂકવવામાં આવશે. સંઘના ઇતિહાસમાં પ્રથમવાર આટલો ભાવ ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. પશુપાલકોની આવકને સતત ટેકો મળી રહે તે માટે એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન આપવામાં આવતું રૂ.15નું વિશેષ ઇન્સેન્ટિવ માર્ચ 2027 સુધી યથાવત્ રાખવાનો પણ નિર્ણય કરવામાં
આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya