પી.એમ.કિસાન યોજનાનો 24મી હપ્તો 30મીએ રિલીઝ કરાશે : જૂનાગઢ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ બિલખા ખાતે યોજાશે
જુનાગઢ 28 ઓક્ટોબર (હિ.સ.) : પી.એમ. કિસાન યોજના અંતર્ગત આગામી તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બનાસકાંઠાથી ૨૪મો હપ્તો રિલીઝ કરશે. જૂનાગઢ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કાઠી સમાજ-બિલખા ખાતે તેમજ તમામ તાલુકા મથકોએ સવારે ૧૦:૩૦ કલાકે જ
પી.એમ.કિસાન યોજનાનો 24મી હપ્તો 30મીએ રિલીઝ કરાશે : જૂનાગઢ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ બિલખા ખાતે યોજાશે


જુનાગઢ 28 ઓક્ટોબર (હિ.સ.) : પી.એમ. કિસાન યોજના અંતર્ગત આગામી તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બનાસકાંઠાથી ૨૪મો હપ્તો રિલીઝ કરશે. જૂનાગઢ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કાઠી સમાજ-બિલખા ખાતે તેમજ તમામ તાલુકા મથકોએ સવારે ૧૦:૩૦ કલાકે જીવંત પ્રસારણ (Live Telecast) દર્શાવવામાં આવશે, જેમાં જિલ્લાના ૧.૫૩ લાખથી વધુ લાભાર્થી ખેડૂતોને ઉપસ્થિત રહેનાર છે.

ભારત સરકાર દ્વારા પી.એમ. કિસાન યોજના અંતર્ગત લાભાર્થી ખાતેદાર ખેડૂતોના ખાતામાં દર વર્ષે રૂ. ૬૦૦૦/- (દર બે મહિને રૂ. ૨૦૦૦/- લેખે) જમા કરાવવામાં આવે છે. આ અન્વયે આગામી તા. ૩૦/૧૦/૨૦૨૬ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બનાસકાંઠા જિલ્લામાંથી આ યોજનાનો ૨૪મો હપ્તો રિલીઝ કરશે. આ રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમનું દેશના તમામ રાજ્યોમાં લાઇવ ટેલિકાસ્ટ (Live Telecast) થવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ કાઠી સમાજ, બિલખા ખાતે તેમજ માળિયા હાટીના, માણાવદર, મેંદરડા, જૂનાગઢ, વંથલી, વિસાવદર, કેશોદ, માંગરોળ અને ભેસાણ સહિતના વિવિધ તાલુકાઓમાં નક્કી કરાયેલા સ્થળો પર સવારે ૧૦:૩૦ કલાકે “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ” નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જિલ્લાના કુલ ૧,૫૩,૭૨૯ જેટલા પીએમ કિસાનના લાભાર્થી ખેડૂતોને ઉપસ્થિત રહી જીવંત પ્રસારણ નિહાળવા નમ્ર વિનંતી કરવામાં આવી છે.

ખેડૂતોને આ અંગે વધુ માહિતી માટે સંબંધિત વિસ્તારના તલાટી મંત્રી, ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી તાલુકા અમલીકરણ અધિકારી તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીનો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande