હાઇકોર્ટમાં યુકેના ગુજરાતી OCI કાર્ડ હોલ્ડર દ્વારા જાહેરહિતની અરજી
ભારત હવે સુંદર નથી લાગતું'':''કાયદા વગરના સમાજ જેવું લાગે છે અમદાવાદ,29 ઓક્ટોબર (હિ.સ.) ગુજરાત હાઇકોર્ટમાં યુકેના OCI કાર્ડ હોલ્ડર દ્વારા જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે.ભારત એક સુંદર દેશ છે, પરંતુ અત્યારે તેઓને અહીં કાયદા વગરના સમાજ
gujarat High Court


- ભારત હવે સુંદર નથી લાગતું':'કાયદા વગરના સમાજ જેવું લાગે છે

અમદાવાદ,29 ઓક્ટોબર (હિ.સ.) ગુજરાત હાઇકોર્ટમાં યુકેના OCI કાર્ડ હોલ્ડર દ્વારા જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે.ભારત એક સુંદર દેશ છે, પરંતુ અત્યારે તેઓને અહીં કાયદા વગરના સમાજ જેવું લાગી રહ્યું છે. તેઓ પરત યુનાઇટેડ કિંગડમ જવા માંગતા નથી

તેઓએ ચીફ જસ્ટિસની કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે તેઓ મૂળ ભારતીય છે, તેમનો જન્મ ગુજરાતમાં થયો છે. તેમના પિતા એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ હતા. અરજદાર ભારતમાં આવીને રહે પણ છે, પરંતુ દેશ હવે બદલાઈ ગયો છે. સોસાયટી બદલાઈ ગઈ છે. મહિલા અને બાળકો વગેરે છેવાડાના લોકો ખરાબ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે.

ઉપરોક્ત રજૂઆત સંદર્ભે હાઇકોર્ટે પ્રશ્ન કર્યો હતો કે તમે યુનાઇટેડ કિંગડમના નાગરિક છો, તો ભારતમાં કેટલું રહો છો? તમારા કહ્યા મુજબ તમે 1 વર્ષ અને 15 દિવસ ભારતમાં રહ્યા છો, તો આટલા સમયમાં તમે ભારત વિશે શું જાણ્યું ? તમે સંપૂર્ણપણે ભારતીય નાગરિકતા ધરાવતા નથી, તો શું તમે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી ફાઈલ કરી શકો?

એડિશનલ એડવોકેટ જનરલ મનીષા લવકુમાર શાહે જણાવ્યું હતું કે OCI કાર્ડ હોલ્ડરના હક્કો મર્યાદિત હોય છે. કોર્ટે કહ્યું હતું કે જો અરજદાર ભારતનો મતદાતા જ ન હોય તો તેને કયા હક્ક મળે છે? બીજા દેશના નાગરિકો ભારતની બાબતોમાં દખલ કરી શકે નહીં. જેથી અરજદારે જણાવ્યું હતું કે ભારતના નિર્બળ લોકોનો અવાજ બનીને તેમને શું અંગત ફાયદો મળવાનો? એડિશનલ એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે OCI કાર્ડ હોલ્ડરને ફક્ત દેશમાં રહેવાની મંજૂરી મળે છે, નાગરિકતા નહીં.

કોર્ટે અરજદારને પૂછ્યું હતું કે જો તમે ભારતના નાગરિક જ નથી તો તમને કોર્ટ શા માટે સાંભળે? જેથી અરજદારે જણાવ્યું હતું કે જો હાઇકોર્ટ તેમની જાહેર હિતની અરજી કાયદા મુજબ સાંભળી ન શકતી હોય તો આ કેસને તેઓ સુપ્રીમ કોર્ટ માટે રીફર કરે. તેઓ આ અરજી પરત ખેંચશે નહીં. કોર્ટ ઇચ્છે તો તેને નકારી શકે છે, જેથી અરજદાર સુપ્રીમમાં જઈ શકે.

કોર્ટે અરજદાર અને રાજ્ય સરકાર બંનેને કહ્યું હતું કે OCI કાર્ડ હોલ્ડર કોર્ટમાં જાહેર હિતની અરજી કરી શકે તે કાયદા અનુસાર સાબિત કરો. અરજદાર કોર્ટમાં આવીને રૂબરૂમાં રજૂઆત કરે. જેથી અરજદારે જણાવ્યું હતું કે તેઓ અગાઉ પણ કોર્ટમાં આવ્યા હતા, પરંતુ મેટર ચાલી નહોતી. તે કોર્ટમાં આવીને રજૂઆત કરવા તૈયાર છે, પરંતુ તેમને ચોક્કસ સમય આપવામાં આવે.

‘અરજદારે વધુમાં જણાવ્યું હતું કે તેઓ અત્યારે કરજણ વડોદરામાં રહે છે. તેઓ યુનાઇટેડ કિંગડમનો ભોગ બન્યા છે. ત્યાંના લોકો તેમને પોતાના દેશ પરત ફરી જવા માટે કહેતા હતા. ભારત એક સુંદર દેશ છે, પરંતુ અત્યારે તેઓને અહીં કાયદા વગરના સમાજ જેવું લાગી રહ્યું છે. તેઓ પરત યુનાઇટેડ કિંગડમ જવા માંગતા નથી. તેઓ અરજી પાછળ પૈસા પણ ખર્ચી રહ્યા છે, તેમની ઈચ્છા છેવાડાના લોકોની મદદ કરવાની છે.

ગુજરાત રાજ્ય, પો.કમિશનર, હ્યુમન રાઇટ કમિશન, ચાઇલ્ડ રાઇટ કમિશન સહિતના પક્ષકારો

જેથી કોર્ટે એડિશનલ એડવોકેટ જનરલને OCI કાર્ડ હોલ્ડર ભારતના નાગરિકો માટે જાહેર હિતની અરજી કરી શકે કે કેમ અને તેમના હક્કો શું છે? તે અંગે વિસ્તારપૂર્વક જવાબ લાવવા હુકમ કર્યો છે અને વધુ સુનાવણી 7 ડિસેમ્બરના રોજ રાખી છે. ઉલ્લેખનીય છે કે અરજદારે પોતાની અરજીમાં પક્ષકારો તરીકે ગુજરાત રાજ્ય, પોલીસ કમિશનર, FDCA, Fssai, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, હ્યુમન રાઇટ કમિશન, ચાઇલ્ડ રાઇટ કમિશન વગેરેને જોડયા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande