ભુજમાં હેન્ડીક્રાફ્ટની દુકાનને નિશાન બનાવી ચોરી કરનાર બે શખ્સોને LCBએ ઝડપી પાડ્યા, લાખોની મત્તા રિકવર
મહેરઅલી ચોક પાસે આવેલી ઉજ્જવલ હેન્ડીક્રાફ્ટમાં ચોરીનો ભેદ ઉકેલાયો; - અજરખના કાપડ, મશરૂ થાન સહિત રૂ. 1.16 લાખથી વધુનો મુદ્દામાલ અને ચોરીમાં વપરાયેલી ઇકો કાર કબજે કરાઈ કચ્છ, 30 ઓક્ટોબર (હિ.સ.) : ભુજમાં હેન્ડીક્રાફ્ટની દુકાનને નિશાન બનાવી ચોરી કર
ચોરી કેસના આરોપીઓ પકડાયા


- મહેરઅલી ચોક પાસે આવેલી ઉજ્જવલ હેન્ડીક્રાફ્ટમાં ચોરીનો ભેદ ઉકેલાયો;

- અજરખના કાપડ, મશરૂ થાન સહિત રૂ. 1.16 લાખથી વધુનો મુદ્દામાલ અને ચોરીમાં વપરાયેલી ઇકો કાર કબજે કરાઈ

કચ્છ, 30 ઓક્ટોબર (હિ.સ.) : ભુજમાં હેન્ડીક્રાફ્ટની દુકાનને નિશાન બનાવી ચોરી કરનાર બે શખ્સોને LCBએ ઝડપી પાડ્યા છે. મહેરઅલી ચોક પાસે આવેલી ઉજ્જવલ હેન્ડીક્રાફ્ટમાં ચોરીનો બનાવ બન્યો હતો.

પોલીસ કર્મચારી વિરેન્દ્રસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે મહેરઅલી ચોકની હેન્ડીક્રાફ્ટ દુકાનમાં થયેલી ચોરીમાં સંડોવાયેલા બે શખ્સો પાટવાડી નાકા ચાર રસ્તા પાસે સુઝુકી ઇકો કારમાં હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતાં ભુમિત રમેશભાઈ મારવાડા (21) અને સોહીલ અબ્દુલકરીમ હજામ ઉર્ફે ખલીફા (19) મળી આવ્યા હતા. બંને ભુજમાં રહેતા હોવાનું અને મૂળ અનુક્રમે સાંયરા (યક્ષ) તથા સાંધણ ગામના હોવાનું સામે આવ્યું હતું. પૂછપરછ દરમિયાન બંનેએ ચોરીના ગુનામાં સંડોવણી હોવાની કબૂલાત આપ્યાનું પોલીસે જણાવ્યું હતું.

પોલીસે તેમની પાસેથી અજરખ મશરૂ થાન 12, મશરૂ કુર્તી 12, મશરૂ ચોલી 2, બાંધણી દુપટ્ટા 3 અને પ્લેન મશરૂ થાન 48 સહિત કુલ રૂ. 84,100ની કિંમતનો કાપડનો જથ્થો કબજે કર્યો હતો. આ ઉપરાંત રૂ. 30 હજારના બે મોબાઇલ ફોન અને અંદાજિત રૂ. 5 લાખની કિંમતની સફેદ સુઝુકી ઇકો કાર (GJ-12-FH-0279) પણ કબજે કરવામાં આવી છે. આમ, કુલ રૂ. 6,14,100નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આ મામલે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંને આરોપીઓની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande