મહેસાણાના 2.49 લાખ ખેડૂતોના ખાતામાં રૂ. 50 કરોડની સહાય જમા
મહેસાણા, 30 ઑક્ટોબર (હિ.સ.) : વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તા અંતર્ગત મહેસાણા જિલ્લાના 2.49 લાખ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં રૂ. 50 કરોડની સહાય સીધી જમા કરવામાં આવી હતી. આ નિમિત્તે મહેસાણાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના
મહેસાણાના 2.49 લાખ ખેડૂતોના ખાતામાં રૂ. 50 કરોડની સહાય જમા


મહેસાણા, 30 ઑક્ટોબર (હિ.સ.) : વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તા અંતર્ગત મહેસાણા જિલ્લાના 2.49 લાખ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં રૂ. 50 કરોડની સહાય સીધી જમા કરવામાં આવી હતી. આ નિમિત્તે મહેસાણાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના 'પીએમ કિસાન ઉત્સવ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી.

બનાસકાંઠાના ભીલડી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દેશભરના 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ. 18,680 કરોડની સહાયનું વિતરણ કરાયું હતું. મહેસાણા જિલ્લામાં અગાઉના 1થી 23 હપ્તા દરમિયાન કુલ રૂ. 1,159.30 કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે.

કાર્યક્રમમાં મેયર સોનલબેન ઓઝા, રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક અને ધારાસભ્ય મુકેશભાઈ પટેલે ખેડૂત કલ્યાણ, ડીબીટી વ્યવસ્થા અને પ્રાકૃતિક ખેતીના મહત્વ અંગે વાત કરી હતી. જિલ્લા કલેક્ટર ડૉ. હર્ષિત ગોસાવીએ યોજનાનો લાભ પાત્ર ખેડૂતો સુધી પહોંચાડવા વહીવટી તંત્રની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક ખાતર, પશુપાલન અને વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી આપતા પ્રદર્શન સ્ટોલ પણ ગોઠવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ખેડૂતો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande