NFSU દ્વારા સતર્કતા જાગૃતિ સપ્તાહ-2026 ની ઉજવણી
ગાંધીનગર, 30 ઓક્ટોબર (હિ.સ.) ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) દ્વારા તા.26 ઓક્ટોબરથી 1 નવેમ્બર, 2026 દરમિયાન સતર્કતા જાગૃતિ સપ્તાહ-2026ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના એન્ટી-કરપ્શન બ્યુરો
ગાંધીનગર ખાતે કાર્યક્રમ યોજાયો


ગાંધીનગર, 30 ઓક્ટોબર (હિ.સ.) ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) દ્વારા તા.26 ઓક્ટોબરથી 1 નવેમ્બર, 2026 દરમિયાન સતર્કતા જાગૃતિ સપ્તાહ-2026ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના એન્ટી-કરપ્શન બ્યુરો (ACB)ના સંયુક્ત નિયામક દીપક મેઘાણી, IPSએ 'મુખ્ય અતિથિ'પદે NFSU, ગાંધીનગર ખાતે નૈતિકતા અને ભ્રષ્ટાચાર વિષય પર 30 ઓક્ટોબર, 2026ના રોજ સંબોધન કર્યું હતું.

દીપક મેઘાણી,એ ભ્રષ્ટાચાર સામે લડવા માટેના મહત્વપૂર્ણ કાયદાકીય માળખા અને સક્રિય વ્યૂહરચનાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને જાહેર-જીવનમાં નૈતિક આચરણનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે જીવનના તમામ ક્ષેત્રોમાં એક મજબૂત માન્યતા પ્રણાલી, સુદૃઢ મૂલ્ય વ્યવસ્થા અને સિદ્ધાંતો પર આધારિત માળખું વિકસાવીને ભારતની 'બ્રાન્ડ વેલ્યુ'ને વધુ મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આ પ્રસંગે NFSU ગાંધીનગરના કેમ્પસ ડાયરેક્ટર અને કાર્યકારી કુલપતિ, પ્રો. (ડૉ.) એસ. ઓ. જુનારેએ પોતાના સંબોધનમાં સતર્કતા જાગૃતિ સપ્તાહ-2026ના મુખ્ય વિષય સમૃદ્ધિ માટે પ્રામાણિકતાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, પારદર્શિતા અને નૈતિક આચરણને પ્રોત્સાહન આપવા યુનિવર્સિટી દૃઢતાપૂર્વક કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે, 'સતર્કતા જાગૃતિ સપ્તાહ'ની ઉજવણી એ સંસ્થાકીય કાર્યપદ્ધતિમાં પ્રામાણિકતા અપનાવવાની NFSUની સક્રિય ભૂમિકા દર્શાવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર-મુક્ત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા પ્રામાણિકતા જેવા નૈતિક મૂલ્યોને દૈનિક જીવનનો હિસ્સો બનાવવા જરૂરી છે.

NFSUના વિજિલન્સ ઓફિસર શ્વેતા અરોડાએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે, અધ્યાપકગણ અને કર્મચારીઓએ રાજભાષા-હિન્દીમાં 'પ્રામાણિકતા શપથ' (Integrity Pledge) લીધા હતા અને જાહેર જીવનમાં પ્રામાણિકતા, પારદર્શિતા અને નિષ્ઠા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande