સિદ્ધપુરમાં સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો
તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ તથા કાર્યકરોએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. પાટણ, 31 ઓક્ટોબર (હિ.સ.) : લોખંડી પુરુષ અને ભારતના એકીકરણના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સિદ્ધપુર તાલુકા અને શહેર કોંગ્રેસ
સિદ્ધપુરમાં સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો


- તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ તથા કાર્યકરોએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.

પાટણ, 31 ઓક્ટોબર (હિ.સ.) : લોખંડી પુરુષ અને ભારતના એકીકરણના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે સિદ્ધપુર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ તેમજ કાર્યકરોએ સિદ્ધપુરના જૂના ટાવર પાસે સ્થાપિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સરદાર પટેલના રાષ્ટ્રપ્રેમ, એકતા અને અખંડિતતાના યોગદાનને યાદ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સરદાર સાહેબના જીવન અને વિચારોમાંથી પ્રેરણા લઈ દેશની એકતા તથા અખંડિતતા જાળવવા સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમમાં તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande