ઈમિટેશનના ધંધાર્થી મહિલાએ વ્યાજે લીધેલા 1.20 લાખની સામે ચાર લાખ ચૂકવ્યા છતાં બે લાખ માંગી ધમકી
રાજકોટ, 31 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટના કોઠારિયા રોડ પર સરદાર ચોક પાસે માઈલ સ્ટોન એપાર્ટમેન્ટમાં રહેતા અને ઈમિટેશનનું કામ કરતા દિપાલી આશીષભાઈ માનસરા એ વ્યાજે લીધેલા રૂા.1.20 લાખની સામે ચાર લાખ ચૂકવ્યા છતાં આરોપી આશિષ બાવાજી વધુ બે લાખની ઉઘરાણી કરી ધાક
ફરિયાદ


રાજકોટ, 31 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટના કોઠારિયા રોડ પર સરદાર ચોક પાસે માઈલ સ્ટોન એપાર્ટમેન્ટમાં રહેતા અને ઈમિટેશનનું કામ કરતા દિપાલી આશીષભાઈ માનસરા એ વ્યાજે લીધેલા રૂા.1.20 લાખની સામે ચાર લાખ ચૂકવ્યા છતાં આરોપી આશિષ બાવાજી વધુ બે લાખની ઉઘરાણી કરી ધાકધમકી આપ્યાની આજી ડેમ પોલીસ મથકમાં ગઈકાલે ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદમાં દિપાલીબેને જણાવ્યું છે કે, ત્રણ વર્ષ પહેલાં રૂપિયાની જરૂર પડતા રાજકોટમાં વ્યાજ વટાવનો ધંધો કરતા આરોપી શૈલેષને રૂા.20 હજાર વ્યાજે આપવાની વાત કરતા તેણે તેને રૂા.20 હજારના ત્રણ મહિના સુધી રૂા.1400 લેખે દર અઠવાડિયે આપીને પુરા કરી દેવાના જેમાં રૂા.6 હજાર પહેલાથી કાપી લેશે' તેમ વાત કરતા પૈસા લેવાનું નકકી કર્યું હતું. આરોપીએ રૂા.20 હજારમાંથી રૂા. 6 હજાર કાપીને રૂા. 14 હજાર આપ્યા હતા. જેના તે દર અઠવાડીયે રૂા. 1400 ચૂકવતા હતા.

દરમિયાન વધુ રૂપિયાની જરૂર પડતા રૂા. 1 લાખ માંગતા આરોપીએ તેને રૂા. 31 હજાર કાપીને બાકીના પૈસા આપ્યા હતા. તેના તે દર અઠવાડિયે રૂા. 3500 ચૂકવતા હતા. આરોપીને વ્યાજ સહિત રૂપિયા ચૂકવી દીધા છતાં આરોપી હજી તમારે વ્યાજનું વ્યાજ દેવાનું છે. બે લાખ થાય છે. તેમ કહી સતત ઉઘરાણી કરતા ચાર મહિના સુધી રૂા.6 હજાર ચૂકવ્યા હતા. આ રીતે તેણે ચાર લાખ ચૂકવી દીધા છતાં ફોન કરી વધૂ બે લાખની ઉઘરાણી કરતો હતો.

ગઈ તા.૨૮મીએ તે ઘરે હતા ત્યારે આરોપીએ ઘર નીચે આવીને ‘તમે અત્યારે મને રૂા.28 હજાર ગમે તે રીતે કરી આપો' તેમ કહેતા તેણે તેને પતિનું એક્ટિવા આપી દીધુ છતાં 'રૂપિયા નહીં આપો તો મને ટાંટિયા ભાંગીને રૂપિયા કઢાવતા આવડે છે.’ તેવી ધમકી આપી એક્ટિવા લઈને જતો રહ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande