સરદાર નગરી બારડોલીના આંગણે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે હજારો નાગરિકોની સહભાગિતા સાથે ‘રન ફોર યુનિટી’ યોજાઈ
સુરત, 31 ઓક્ટોબર (હિ.સ.) 31મી ઓક્ટોબર ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે બારડોલી ટાઉન ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વહેલી સવારે ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું હતું.
Run for Unity’ Held in Bardoli


સુરત, 31 ઓક્ટોબર (હિ.સ.) 31મી ઓક્ટોબર ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે બારડોલી ટાઉન ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વહેલી સવારે ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વરાજ આશ્રમ ખાતેથી પ્રારંભ થયેલી આ દોડમાં હજારો નાગરિકોએ ઉત્સાહભેર સહભાગી બની રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો હતો.

એકતા દોડને ધારાસભ્ય ઈશ્વર પરમાર, ધારાસભ્ય મોહન ઢોડીયા, જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્ર પ્રકાશ મીના, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, બારડોલી નગરપાલિકાના પ્રમુખ મતી નીલમ વ્યાસ તથા સ્વરાજ આશ્રમના નિરંજનાબાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટેના અમૂલ્ય યોગદાનને સ્મરણ કરી નાગરિકોમાં રાષ્ટ્રીય એકતા, સામાજિક સમરસતા અને દેશપ્રેમની ભાવનાને વધુ મજબૂત કરવાના આશયથી સવારે 7:00 કલાકે બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતેથી શરૂ થયેલી એકતા દોડ મુક્તિ પેલેસ, અભિરામ સર્કલ, નગરપાલિકા રોડ, સિનિયર સિટીઝન હોલ, પટેલ મેડિકલ અને સ્ટેશન રોડ થઈ પુનઃ સ્વરાજ આશ્રમ ખાતે પૂર્ણ થઈ હતી.

આ અવસરે સૌએ સામૂહિક એકતાના શપથ લીધા હતા.

આ પ્રસંગે ધારાસભ્યો તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સહિત બારડોલીનાં પ્રાંત અધિકારી મતી રોશની પટેલ, મદદનીશ પોલીસ અધિક્ષક અક્ષય એન્જિનિયર, નાયબ પોલીસ અધિક્ષક એચ.એલ. રાઠોડ, નાયબ પોલીસ અધિક્ષક આઈ.જે. પટેલ અને સહિતના અધિકારીઓ, વિદ્યાર્થીઓ સહિત બારડોલીના નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

“રન ફોર યુનિટી” દ્વારા નાગરિકોમાં સામાજિક સમરસતા, સહઅસ્તિત્વ અને રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોની ઉત્સાહપૂર્ણ ભાગીદારીથી બારડોલીમાં રાષ્ટ્રીય એકતાનો માહોલ જોવા મળ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande