રાજકોટમાં સેફ ઇન્વેસ્ટમેન્ટના નામે રૂ.20 લાખની છેતરપિંડી
રાજકોટ, 31 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટના ગીતાનગર વિસ્તારમાં રહેતા યોગેશ ત્રિભોવનદાસ કોટક સાથે સેફ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમના નામે રૂ.20 લાખની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. કસ્તુરી કાસા એપાર્ટમેન્ટમાં રહેતા પૃથ્વી વિઠ્ઠલભાઈ લો અને શૈલેષ વિઠ્ઠલભાઈ લો નામન
ફરિયાદ


રાજકોટ, 31 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટના ગીતાનગર વિસ્તારમાં રહેતા યોગેશ ત્રિભોવનદાસ કોટક સાથે સેફ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમના નામે રૂ.20 લાખની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. કસ્તુરી કાસા એપાર્ટમેન્ટમાં રહેતા પૃથ્વી વિઠ્ઠલભાઈ લો અને શૈલેષ વિઠ્ઠલભાઈ લો નામના બે સગા ભાઈઓએ સાઉથ અટીકા બિલ્ડિંગમાં ઓફિસ શરૂ કરી પ્રૌઢને 25 મહિના સુધી દર મહિને રૂ.1,70,000 નું આકર્ષક વળતર આપવાની લાલચ આપી હતી.

આરોપીઓ સાથે અગાઉથી પરિચય હોવાથી યોગેશભાઈ તેમની વાતોમાં આવી ગયા હતા. સપ્ટેમ્બર 2023 થી જૂન 2024 દરમિયાન ફરિયાદીએ પોતાના બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી ટુકડે-ટુકડે ચેક તથા આરટીજીએસ દ્વારા પૃથ્વીભાઈ લો ના એચડીએફસી બેંક ખાતામાં કુલ રૂ.20 લાખ જમા કરાવી દીધા હતા.

નાણાંનું રોકાણ કરાવ્યા બાદ સમય વીતવા છતાં આરોપીઓએ વળતર કે મૂળ રકમ પરત આપી નહોતી. રકમની માંગણી કરવા છતાં બંને ભાઈઓ ટલ્લા મારવા લાગ્યા હતા અને કોઈ જ નાણાકીય પરત ચુકવણી કરી નહોતી, જેથી પ્રૌઢને પોતાની સાથે છેતરપિંડી થયાનો સ્પષ્ટ અહેસાસ થયો હતો.

ઠગાઈનો ભોગ બન્યા બાદ યોગેશભાઈએ આ મામલે ગઈકાલે એ-ડિવિઝન પોલીસ મથકમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ફરિયાદના આધારે પૃથ્વી વિઠ્ઠલભાઈ લો અને શૈલેષ વિઠ્ઠલભાઈ લો વિરુદ્ધ આઈપીસીની કલમ 420 અને 34 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા આગળની સઘન તપાસ મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ક્રિષ્ના કારેણાને સોંપવામાં આવી છે. પોલીસે આ સ્કીમમાં અન્ય કોઈ નાગરિકો ભોગ બન્યા છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande