સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજ્યંતી નિમિત્તે ગાંધીનગરમાં ઉત્સાહભેર યોજાઈ રન ફોર યુનિટી
ધારાસભ્ય રીટા પટેલ અને કલેક્ટર રવિન્દ્ર ખતાલેના હસ્તે ''ફ્લેગ ઓફ'' ગાંધીનગર, 31 ઓક્ટોબર (હિ.સ.) ભારતના અખંડ શિલ્પી, રાષ્ટ્રની એકતા અને અસ્મિતાના અદ્વિતીય પ્રતિક એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151 મી ગૌરવવંતી જન્મજ્યંતી નિમિત્તે આજે પાટનગ
ગાંધીનગરમાં ઉત્સાહભેર યોજાઈ રન ફોર યુનિટી


ગાંધીનગરમાં ઉત્સાહભેર યોજાઈ રન ફોર યુનિટી


ગાંધીનગરમાં ઉત્સાહભેર યોજાઈ રન ફોર યુનિટી


ગાંધીનગરમાં ઉત્સાહભેર યોજાઈ રન ફોર યુનિટી


- ધારાસભ્ય રીટા પટેલ અને કલેક્ટર રવિન્દ્ર ખતાલેના હસ્તે 'ફ્લેગ ઓફ'

ગાંધીનગર, 31 ઓક્ટોબર (હિ.સ.) ભારતના અખંડ શિલ્પી, રાષ્ટ્રની એકતા અને અસ્મિતાના અદ્વિતીય પ્રતિક એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151 મી ગૌરવવંતી જન્મજ્યંતી નિમિત્તે આજે પાટનગર ગાંધીનગર ખાતે રાષ્ટ્રભાવના અને એકતાનું અદ્ભુત દર્શન કરાવતી 'રન ફોર યુનિટી'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રવ્યાપી પર્વની ઉજવણીના ભાગરૂપે સ્વર્ણિમ પાર્ક ખાતેથી અખંડ ભારતના મહાનાયકને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

લોહપુરુષના બલિદાન અને યોગદાનને સ્મરવાના આ અવસરે, ગાંધીનગરના સ્વર્ણિમ પાર્ક ખાતે ધારાસભ્ય રીટા પટેલ તથા જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે સહિતના ગરિમાવંતા મહાનુભાવોએ ઉપસ્થિત રહી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ તકે મહાનુભાવોએ હરિયાળા પાટનગરની ધરા પરથી 'ફ્લેગ ઓફ' કરાવી 'રન ફોર યુનિટી'નો મંગલ શુભારંભ કરાવ્યો હતો.

આ એકતા દોડ સ્વર્ણિમ પાર્કથી પ્રસ્થાન થઈને ભવ્ય ગાંધીનગરની માર્ગોની શોભા વધારતી મહાત્મા મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. આ અવસરે 'સરદાર પટેલ અમર રહે' અને 'ભારત માતા કી જય'ના ગગનભેદી નારાઓ સાથે વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

એકતાના પર્વમાં ઉપસ્થિત આશરે 6000 જેટલા મહાનુભાવો અને નગરજનોએ દેશની અખંડિતતા, એકતા તેમજ સાર્વભૌમત્વની અખંડ જાળવણી માટે દ્રઢ નિશ્ચય સાથે સામૂહિક સંકલ્પો લીધા હતા. આ ઉપરાંત, ઉત્સાહથી છલકાતા પોલીસ વિભાગ અને ફોરેસ્ટ વિભાગના શૌર્યવંતા જવાનો, ડી.એલ.એસ.એસ.ના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ પાટનગરના ખૂણે-ખૂણેથી ઉમટી પડેલા ગાંધીનગરવાસીઓની ઉપસ્થિતિએ આ 'એકતા પર્વ'ની શાનમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. આ પ્રસંગે સ્વર્ણિમ પાર્ક ખાતે સરદાર પટેલ: સર્વશ્રેષ્ઠ શિક્ષક વિષય પર વિશેષ પ્રદર્શની પણ આયોજિત કરવામાં આવી હતી.

રન ફોર યુનિટી પ્રસંગે ગાંધીનગરના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી, અગ્રણી આશિષ દવે તેમજ અન્ય પ્રબુદ્ધ મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande