લાંચ માંગવાના આરોપમાં, દિલ્હી પોલીસના સબ-ઇન્સ્પેક્ટર સીબીઆઈના હાથે ઝડપાયા
નવી દિલ્હી, 05 ઓક્ટોબર (હિ.સ.) કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ) એ લાંચ રુશ્વતના એક કેસમાં દિલ્હી પોલીસના એક સબ-ઇન્સ્પેક્ટરને રંગે હાથે પકડી પાડ્યા છે. આરોપ છે કે પોલીસ અધિકારીએ તેની વિરુદ્ધ નોંધાયેલા એક ફોજદારી કેસમાં રાહત આપવાના બદલામાં એક લાખ રૂપિય
રિશ્વત


નવી દિલ્હી, 05 ઓક્ટોબર (હિ.સ.) કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ) એ લાંચ રુશ્વતના એક કેસમાં દિલ્હી પોલીસના એક સબ-ઇન્સ્પેક્ટરને રંગે હાથે પકડી પાડ્યા છે. આરોપ છે કે પોલીસ અધિકારીએ તેની વિરુદ્ધ નોંધાયેલા એક ફોજદારી કેસમાં રાહત આપવાના બદલામાં એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી.

સીબીઆઈ અનુસાર, આરોપીની ઓળખ લેખરાજ તરીકે થઈ છે, જે દિલ્હી પોલીસના પ્રશાંત વિહાર પોલીસ સ્ટેશનમાં સબ-ઇન્સ્પેક્ટર અને તપાસ અધિકારીના પદ પર તૈનાત છે.

તપાસ એજન્સીએ 4 ઓક્ટોબરના રોજ ફરિયાદના આધારે કેસ નોંધ્યો. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો કે, લેખરાજે ફરિયાદકર્તા વિરુદ્ધ પ્રશાંત વિહાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ફોજદારી કેસમાં મદદ કરવાના બદલામાં એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી.

સીબીઆઈ મુજબ, ફરિયાદકર્તાની તલાશી દરમિયાન તેના ખિસ્સામાં હાજર 20 હજાર રૂપિયા પણ આરોપીએ કથિત રીતે દબાણ કરીને લઈ લીધા હતા. આ પછી તેણે ફરિયાદકર્તાને બાકીના 80 હજાર રૂપિયા બીજા દિવસે લાવવા કહ્યું.

ફરિયાદના સત્યાપન પછી સીબીઆઈએ 4 ઓક્ટોબરના રોજ, જાળ બિછાવી. આરોપી સબ-ઇન્સ્પેક્ટરને ફરિયાદકર્તા પાસેથી 80 હજાર રૂપિયાની લાંચ માંગતા અને સ્વીકારતા રંગે હાથે પકડી પાડવામાં આવ્યો. આ પછી તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો.

સીબીઆઈએ જણાવ્યું કે, કેસમાં આગળની તપાસ ચાલુ છે અને લાંચ માંગવા તથા સ્વીકારવા સાથે સંકળાયેલા તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / અનૂપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande