રકુલ પ્રીત સિંહે, આવકવેરાના દરોડાની ખબરો પર સ્પષ્ટતા કરી.
મુંબઈ, નવી દિલ્હી, 05 ઓક્ટોબર (હિ.સ.) અભિનેત્રી રકુલ પ્રીત સિંહે પોતાની વિરુદ્ધ સામે આવેલી આવકવેરા વિભાગની તપાસ સંબંધિત ખબરોને ખોટી ગણાવતા સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી છે. હકીકતમાં, ગયા મહિને એવી ખબરો સામે આવી હતી કે આવકવેરા વિભાગે રકુલ, તેમના સસ
રકુલપ્રીત


મુંબઈ, નવી દિલ્હી, 05 ઓક્ટોબર (હિ.સ.) અભિનેત્રી રકુલ પ્રીત સિંહે પોતાની વિરુદ્ધ સામે આવેલી આવકવેરા વિભાગની તપાસ સંબંધિત ખબરોને ખોટી ગણાવતા સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી છે. હકીકતમાં, ગયા મહિને એવી ખબરો સામે આવી હતી કે આવકવેરા વિભાગે રકુલ, તેમના સસરા અને ફિલ્મ નિર્માતા વાશુ ભગનાની તથા મુંબઈ સ્થિત પેનોરમા સ્ટુડિયો સાથે સંકળાયેલા અનેક ઠેકાણાઓ પર તપાસ કરી હતી. હવે રકુલે આ દાવાઓને નકારી કાઢતા તથ્યોની પુષ્ટિ કર્યા વિના ખબરો પ્રકાશિત કરનારાઓ પર નારાજગી વ્યક્ત કરી છે.

રકુલે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, આ તપાસ તેમના વિશે નહોતી. તેમણે કહ્યું કે, તેઓ સશસ્ત્ર દળોની પૃષ્ઠભૂમિમાંથી આવે છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમનો કોઈ ગોડફાધર રહ્યો નથી. અભિનેત્રીએ જણાવ્યું કે, તેમણે પોતાની મહેનતથી આ મુકામ હાંસલ કર્યો છે અને 20 વર્ષની ઉંમરથી એક જવાબદાર નાગરિક તરીકે નિયમિતપણે કર ચૂકવતી આવી છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, તેઓ વ્યક્તિગત રીતે અથવા કોઈ પ્રોડક્શન હાઉસ વતી કોઈ ગેરકાયદેસર વિદેશી લેણદેણમાં સામેલ નથી.

રકુલે આગળ કહ્યું કે દેશ કે, વિદેશમાં તેમના નામે કોઈ બેનામી સંપત્તિ નથી અને ન તો તેમણે ક્યારેય કોઈ પાસેથી મોંઘી સંપત્તિ ભેટમાં લીધી છે. તેમણે સંબંધિત રિપોર્ટ પ્રકાશિત કરનારાઓને ખબરો પાછી ખેંચી લેવા અને સાચા તથ્યો સામે મૂકવાની અપીલ કરી. અભિનેત્રીએ કહ્યું કે, મીડિયા પર વ્યાવસાયિક દબાણ હોઈ શકે છે, પરંતુ તેની કિંમત સત્ય, કોઈની પ્રતિષ્ઠા કે રોજીરોટી ન હોવી જોઈએ. રકુલ ટૂંક સમયમાં નિતેશ તિવારીની આગામી ફિલ્મ 'રામાયણ'માં શૂર્પણખાના પાત્રમાં જોવા મળશે, જે દિવાળી 2026માં રિલીઝ થવાની છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande