પંજાબમાં ભ્રષ્ટાચારના આરોપોનો, મુખ્યમંત્રી અને કેજરીવાલ જવાબ આપે : ભાજપ
નવી દિલ્હી, 05 ઓક્ટોબર (હિ.સ.) પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટ દ્વારા મુખ્યમંત્રી ભગવંત માનના ઓએસડી રાજબીર સિંહ ઘુમ્મન સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ સીબીઆઈને સોંપવામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ આમ આદમી પાર્ટી સરકાર પર પ્રહારો કર્ય
સંબીપ


નવી દિલ્હી, 05 ઓક્ટોબર (હિ.સ.) પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટ દ્વારા મુખ્યમંત્રી ભગવંત માનના ઓએસડી રાજબીર સિંહ ઘુમ્મન સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ સીબીઆઈને સોંપવામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ આમ આદમી પાર્ટી સરકાર પર પ્રહારો કર્યા છે. ભાજપ નેતા સંબિત પાત્રાએ કહ્યું કે, પંજાબમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો સામે આવ્યા છે અને હવે મુખ્યમંત્રી ભગવંત માન તથા અરવિંદ કેજરીવાલને આ આરોપો પર જનતા સમક્ષ જવાબ આપવો જોઈએ.

પાર્ટી મુખ્યાલયમાં સોમવારે આયોજિત પત્રકાર પરિષદમાં સંબિત પાત્રાએ કહ્યું કે, ભાજપ લાંબા સમયથી પંજાબ સરકારમાં ભ્રષ્ટાચાર અને કાયદો-વ્યવસ્થાને લઈને સવાલો ઉઠાવતી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે, મુખ્યમંત્રી કાર્યાલય સાથે સંકળાયેલા લોકો પર સરકાર અને વ્યાપારી હિતો વચ્ચે વચેટિયા તરીકે કામ કરવાના તથા સરકારી કામકાજમાં કથિત રીતે પ્રભાવ પાડવાના ગંભીર આરોપો છે.

તેમણે કહ્યું કે, હવે હાઈ કોર્ટના આદેશ બાદ સીબીઆઈ તપાસથી આ આરોપોની સચ્ચાઈ સામે આવવી જોઈએ. ભાજપે મુખ્યમંત્રી ભગવંત માન અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ પાસેથી, આ સમગ્ર મામલે સ્પષ્ટતા આપવાની માંગ કરી.

સંબિત પાત્રાએ પંજાબની કાયદો-વ્યવસ્થાનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે, રાજ્યમાં છેલ્લા 48 કલાકમાં હત્યાની 4 ઘટનાઓ સામે આવી છે. ભાજપે આ ઘટનાઓનો હવાલો આપતા આરોપ લગાવ્યો કે, પંજાબમાં સામાન્ય લોકોની સુરક્ષાને લઈને ગંભીર સ્થિતિ પ્રવર્તી રહી છે.

તેમણે કહ્યું કે, એક તરફ મુખ્યમંત્રી કાર્યાલય સાથે સંકળાયેલા લોકો પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપોની સીબીઆઈ તપાસ શરૂ થઈ રહી છે, તો બીજી તરફ રાજ્યમાં અપરાધની ઘટનાઓ પણ ચિંતાનો વિષય બની રહી છે. પાર્ટીએ માન સરકાર પાસેથી ભ્રષ્ટાચાર અને કાયદો-વ્યવસ્થા, બંને મુદ્દાઓ પર જવાબ માંગ્યો છે.

ઉલ્લેખનીય છે કે, હાઈ કોર્ટે સોમવારે એક જનહિત અરજી પર સુનાવણી કરતા આ મામલે સીબીઆઈને ફોજદારી કેસ દાખલ કરીને તપાસ કરવાનો નિર્દેશ આપ્યો. કોર્ટે સીબીઆઈને 2 મહિનામાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. આ મામલો પ્રવર્તન નિર્દેશાલય (ઈડી) દ્વારા પંજાબના ડીજીપીને મોકલવામાં આવેલા 3 પત્રો સાથે સંકળાયેલો છે, જેમાં સીએમના ઓએસડી રાજબીર સિંહ ઘુમ્મન અને કેટલાક અન્ય લોકો પર ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / અનૂપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande