


પોરબંદર, 01 નવેમ્બર (હિ.સ.)લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ
નિમિત્તે દર વર્ષે 31 ઓક્ટોબરના દિવસને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ
પ્રસંગે પોરબંદર જિલ્લામાં દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાની ભાવના સાથે વિવિધ
જગ્યાઓએ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અંતર્ગત પોરબંદર એસ.ટી. ડેપો, સિવિલ હોસ્પિટલ સહિતની વિવિધ મહત્વની
સંસ્થાઓમાં અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ઉપસ્થિત નાગરિકોએ
રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા.
આ કાર્યક્રમ દરમિયાન સૌએ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવી રાખવા તેમજ
તેને વધુ મજબૂત બનાવવા માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાનો સંકલ્પ કર્યો હતો. સરદાર
વલ્લભભાઈ પટેલની અડગ નિષ્ઠા, દૂરદર્શિતા
અનેતેમના અમૂલ્ય યોગદાનને સ્મરણ કરી સૌએ
રાષ્ટ્રીય એકતાની ભાવનાને વધુ સુદૃઢ બનાવવા અને દેશની આંતરિક સુરક્ષામાં નાગરિક
તરીકે પોતાનું યોગદાન આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya