પોરબંદર મહાનગરપાલિકામાં ફરજ દરમિયાન, અભદ્ર ભાષા અને અશિસ્તભર્યા વર્તનના આક્ષેપ બદલ કર્મચારીને નોટિસ.
પોરબંદર, 01 નવેમ્બર (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકામાં ફરજ દરમિયાન અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા, અયોગ્ય વાણીથી વાતચીત કરવા તથા કાર્યસ્થળની શિસ્ત જાળવવામાં બેદરકારી દાખવવા અંગેની ફરિયાદના આધારે મહાનગરપાલિકા દ્વારા કર્મચારી સામે કાર
પોરબંદર મહાનગરપાલિકામાં ફરજ દરમિયાન, અભદ્ર  ભાષા અને અશિસ્તભર્યા વર્તનના આક્ષેપ બદલ કર્મચારીને નોટિસ.


પોરબંદર, 01 નવેમ્બર (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકામાં ફરજ દરમિયાન અભદ્ર

ભાષાનો ઉપયોગ કરવા, અયોગ્ય વાણીથી વાતચીત કરવા તથા

કાર્યસ્થળની શિસ્ત જાળવવામાં બેદરકારી દાખવવા અંગેની ફરિયાદના આધારે મહાનગરપાલિકા

દ્વારા કર્મચારી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ મામલે મહાનગરપાલિકાની

સેનિટેશન શાખામાં વોર્ડ નં. 10 ખાતે ફરજ બજાવતા સિનિયર સબ ઇન્સ્પેક્ટર શૈલેષ એમ. ઝાલાને લેખિત

નોટિસ પાઠવી પાંચ દિવસની અંદર પોતાનો ખુલાસો રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.

મહાનગરપાલિકા દ્વારા પાઠવવામાં આવેલી નોટિસમાં જણાવ્યા અનુસાર, ફરજ દરમિયાન અધિકારીઓ, કર્મચારીઓ તથા નાગરિકો સાથે સન્માનજનક

ભાષામાં વાતચીત કરવી અને કાર્યસ્થળ પર શિસ્તબદ્ધ વર્તન જાળવવું દરેક કર્મચારીની

જવાબદારી છે.

જાહેર સેવા સાથે સંકળાયેલી મહાનગરપાલિકાની કામગીરીમાં કર્મચારીઓનું

વર્તન, નાગરિકો સાથેનો વ્યવહાર અને ફરજ

પ્રત્યેની જવાબદારી મહત્ત્વપૂર્ણ ગણાય છે. આવા સંજોગોમાં ફરજ દરમિયાન અભદ્ર ભાષા

તથા અયોગ્ય વાણીના ઉપયોગ અને શિસ્તબદ્ધ વર્તન જાળવવામાં બેદરકારી અંગે પ્રાપ્ત

થયેલી ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવી છે. આ અંગે પોરબંદર મહાનગરપાલિકાના નાયબ કમિશનર

(પ્રોજેક્ટ) દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં શૈલેષ એમ. ઝાલાને નોટિસ મળ્યાના

પાંચ દિવસની અંદર લેખિત ખુલાસો રજૂ કરવા જણાવાયું છે. સાથે જ ભવિષ્યમાં આવી

વર્તણૂકનું પુનરાવર્તન ન થાય તેની ખાતરી આપવા સૂચના આપવામાં આવી છે.

નોટિસમાં

સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે નિયત સમયમર્યાદામાં સંતોષકારક ખુલાસો રજૂ કરવામાં

નહીં આવે અથવા ભવિષ્યમાં આવી વર્તણૂકનું પુનરાવર્તન થશે, તો સંબંધિત કર્મચારીને ફરજ પરથી છૂટા

કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આથી કર્મચારીએ નોટિસને ગંભીરતાથી લઈ, ફરજ દરમિયાન

શિસ્ત, સૌજન્ય અને જવાબદારીપૂર્વકનું વર્તન

જાળવવા તાકીદ કરવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જારી કરવામાં આવેલી આ

નોટિસમાં કર્મચારીઓ માટે કાર્યસ્થળ પર શિસ્ત જાળવવા અને અધિકારીઓ, સહકર્મચારીઓ તથા નાગરિકો સાથે

સન્માનપૂર્ણ વ્યવહાર કરવાની આવશ્યકતા પર ભાર મૂકવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande