


પોરબંદર, 01 નવેમ્બર (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ‘વોકલ ફોર લોકલ’
અને આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપવા માટે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું
છે. ત્યારે પોરબંદર જિલ્લા પ્રભારી સચિવ ડી.એન. મોદીએ સ્વદેશી મેળાની મુલાકાત લીધી
હતી.
મુલાકાત દરમિયાન તેમણે મેળામાં વિવિધ સ્ટોલ પર સ્થાનિક કારીગરો દ્વારા તૈયાર
કરવામાં આવેલી સ્વદેશી વસ્તુઓ અને હસ્તકલા ઉત્પાદનોનું નિરીક્ષણ કર્યું હતું.
કારીગરો પાસેથી ઉત્પાદનોની બનાવટ, વિશેષતા અને ઉપયોગિતા અંગેની વિગતો મેળવી હતી. સ્થાનિક કારીગરોની કળા, સર્જનાત્મકતા અને સ્વદેશી ઉત્પાદનોને
પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલા આ મેળાની તેમણે સરાહના કરી હતી.
આ પ્રસંગે
જિલ્લા પ્રભારી સચિવ ડી.એન. મોદી સાથે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી અને
પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ટી.સી. તીરથાણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત
રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya