

Gujarat, 01 નવેમ્બર (હિ.સ.)પોરબંદર શહેર માં આવેલ વાડી પ્લોટ શાકમાર્કેટ
ની અંદર બે દુકાન વચ્ચે બાંધવામાં આવેલ કાપડમાં આગ લાગવાનો બનાવ બનેલો હતો જેને
કારણે કરિયાણાની દુકાન ની આગળની બાજુ લાકડાની બનાવટના બેઠક અને દરવાજા નો ભાગ સળગી
ઉઠ્વાની ઘટના બની હતી. આ બનાવની જાણ થતાં મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી
સર્વિસિસ વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, તા. 31 ઓક્ટોબર,2026ના રોજ રાત્રે 23:05
કલાકે આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં મહાનગરપાલિકાના ફાયર વિભાગે ત્વરિત કાર્યવાહી
કરીને આગને કાબૂમાં લીધી હતી. આપાતકાલીન પરિસ્થિતિમાં ફાયર વિભાગની સમયસરની
કામગીરીને કારણે આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. પોરબંદર મહાનગરપાલિકાનો
ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ વિભાગ શહેરમાં આગ સહિતની કટોકટીની પરિસ્થિતિમાં
નાગરિકોની સુરક્ષા માટે સતત કાર્યરત છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya