ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ, ગુજરાતી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી....
નવી દિલ્હી, 10 નવેમ્બર (હિ.સ.) ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, મંગળવારે ગુજરાતી નવું વર્ષ, ''બેસતું વર્ષ'' ના શુભ પ્રસંગે સૌને હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી. ઉપરાષ્ટ્રપતિએ એક્સ પર લખ્યું, આ નવું વર્ષ દરેક
નવ વર્ષ


નવી દિલ્હી, 10 નવેમ્બર (હિ.સ.) ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, મંગળવારે ગુજરાતી નવું વર્ષ, 'બેસતું વર્ષ' ના શુભ પ્રસંગે સૌને હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી.

ઉપરાષ્ટ્રપતિએ એક્સ પર લખ્યું, આ નવું વર્ષ દરેક ઘરમાં ખુશી, સારું સ્વાસ્થ્ય, શાંતિ અને સમૃદ્ધિ લાવે. તે બધા માટે નવી આશાઓ, નવી શરૂઆત અને નવી આકાંક્ષાઓ લાવે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આ નવી શરૂઆત દરેકના જીવનમાં ખુશી, શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારીની નવી આશાઓ લાવવી જોઈએ. દરેકનું જીવન સારા સ્વાસ્થ્ય, ઉત્સાહ અને જોમથી ભરેલું રહે.

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, ગુજરાતી નવું વર્ષ નવી આશાઓ, સકારાત્મક ઉર્જા અને નવા સંકલ્પો સાથે આગળ વધવાનો પ્રસંગ છે. આ નવું વર્ષ બધા માટે ખુશી, શાંતિ, સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લાવે. ગુજરાતની ઉદ્યોગસાહસિકતા, સખત મહેનત અને જીવંત સાંસ્કૃતિક પરંપરાઓ રાષ્ટ્રની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપતા રહે અને તમે બધા, તમારી ક્ષમતાઓ અને દૃઢ નિશ્ચય સાથે, દેશની વિકાસ યાત્રાને નવી ઊંચાઈઓ પર લઈ જાઓ. દરેકને સુખી અને સમૃદ્ધ નવા વર્ષની શુભેચ્છાઓ!

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, આ નવું વર્ષ તમારા બધા માટે ખુશી, શાંતિ, સમૃદ્ધિ અને આનંદનો નવો પ્રકાશ લાવે. દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા દરેક પરિવાર સાથે રહે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande