મુકેશ ખન્નાનો 'રામાયણ' પર ફૂટ્યો ગુસ્સો
મુંબઈ, નવી દિલ્હી, 10 નવેમ્બર (હિ.સ.) નિતેશ તિવારીની ફિલ્મ ''રામાયણ'' રિલીઝ થઈ ત્યારથી જ ચર્ચામાં છે. ફિલ્મને લઈને દર્શકોની મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, તો બીજી તરફ ફિલ્મી સિતારાઓ પણ તેના કલાકારો અને નિર્માણની પ્રશંસા કરી રહ્યા છે. જોકે,
દિગ્ગજ અભિનેતા મુકેશ ખન્ના-ફોટો સોર્સ એક્સ


મુંબઈ, નવી દિલ્હી, 10 નવેમ્બર (હિ.સ.) નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ' રિલીઝ થઈ ત્યારથી જ ચર્ચામાં છે. ફિલ્મને લઈને દર્શકોની મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, તો બીજી તરફ ફિલ્મી સિતારાઓ પણ તેના કલાકારો અને નિર્માણની પ્રશંસા કરી રહ્યા છે.

જોકે, દિગ્ગજ અભિનેતા મુકેશ ખન્નાએ ફિલ્મના કેટલાક પાસાઓ પર સવાલ ઉઠાવતા તેની આલોચના કરી છે. ખાસ કરીને સીતાનું પાત્ર ભજવી રહેલી સાઈ પલ્લવીના એક્શન દૃશ્ય પર તેમણે સખત નારાજગી વ્યક્ત કરી અને નિર્માતાઓ માટે શરમજનક હોવાનું કહ્યું.

મુકેશે પોતાના બ્લોગમાં લખ્યું કે, ફિલ્મના બજેટ અને કમાણીને લઈને વધુ ચર્ચા થઈ રહી છે, જ્યારે વાસ્તવિક પ્રશ્ન એ હોવો જોઈએ કે શું રામાયણની કથાને સાચી રીત રજૂ કરવામાં આવી છે કે નહીં. તેમણે 'રામાયણ' અને 'મહાભારત' જેવા મહાકાવ્યોમાં બદલાવ કરવા, પોતાની કલ્પના જોડવા અને મૂળ પ્રસંગો સાથે છેડછાડ કરવાને લઈને પણ સવાલો ઉઠાવ્યા. અભિનેતાનું કહેવું છે કે વાલ્મીકી 'રામાયણમાં' માતા સીતાના યુદ્ધ કરવા કે લડાઈમાં ભાગ લેવાનો ઉલ્લેખ જોવા મળતો નથી. આવી સ્થિતિમાં તેમને ફિલ્મમાં એક્શન કરતા બતાવવું એ કથાની મૂળ ભાવનાથી વિપરીત છે.

મુકેશે એમ પણ કહ્યું કે, નિર્માતાઓએ આ દૃશ્યનો આધાર 'અભૂત રામાયણ'ને જણાવ્યો છે, પરંતુ તેમના મતે વાલ્મીકી 'રામાયણ'માં પોતાની કલ્પના જોડીને કહાની રજૂ કરવી યોગ્ય નથી. તેમણે નિર્માતાઓને ધાર્મિક મહાકાવ્યો રજૂ કરતી વખતે તેની મૂળ કથા અને મર્યાદાનું ધ્યાન રાખવાની અપીલ કરી.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી માતા સીતા અને યશ રાવણની ભૂમિકામાં છે. રવિ દુબે પણ આ ફિલ્મનો હિસ્સો છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande