સિદ્ધાર્થ-કિયારાની 'કોફી વિથ કરણ 9'માં એન્ટ્રી, બેબી બમ્પ ફ્લોન્ટ કરતી દેખાઈ કિયારા
મુંબઈ, નવી દિલ્હી, 10 નવેમ્બર (હિ.સ.) અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કિયારા અડવાણી, જલ્દી જ કરણ જોહરના ચર્ચિત શો ''કોફી વિથ કરણ 9''માં નજરે પડશે. બીજા બાળકના આગમનના ખુશબુ ખબર શેર કર્યા બાદ આ જોડી શોના મંચ પર પોતાની શાનદાર કેમિસ્ટ્રી અન
અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કિયારા અડવાણી-ફોટો સોર્સ એક્સ


મુંબઈ, નવી દિલ્હી, 10 નવેમ્બર (હિ.સ.) અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કિયારા અડવાણી, જલ્દી જ કરણ જોહરના ચર્ચિત શો 'કોફી વિથ કરણ 9'માં નજરે પડશે. બીજા બાળકના આગમનના ખુશબુ ખબર શેર કર્યા બાદ આ જોડી શોના મંચ પર પોતાની શાનદાર કેમિસ્ટ્રી અને મસ્તીભર્યા અંદાજથી દર્શકોનું મનોરંજન કરતી દેખાશે. એપિસોડમાં બંનેએ પોતાના લગ્ન સાથે જોડાયેલા ઘણા સુંદર કિસ્સા શેર કર્યા અને શાહિદ કપૂર સાથે જોડાયેલા એક મજેદાર વાર્તાલાપને યાદ કરીને ખૂબ હસ્યા.

વાતચીત દરમિયાન સિદ્ધાર્થ અને કિયારાએ, પોતાના પારિવારિક જીવન પર પણ ખુલ્લીને ચર્ચા કરી. બંનેએ બીજા બાળકના સ્વાગતને લઈને પોતાની ખુશીની સાથે-સાથે મનમાં થઈ રહેલી હળવી ઘબરાહટ પણ વ્યક્ત કરી. કિયારાએ માતા બન્યા પછી આવેલા બદલાવો અને પોતાના અનુભવો શેર કર્યા, જ્યારે સિદ્ધાર્થે પિતા તરીકેની પોતાની જવાબદારીઓ અને વિચારો વિશે જણાવ્યું.

શોમાં બંને વચ્ચેની સહજ વાતચીત અને હાસ્ય-મજાક ખાસ આકર્ષણ રહ્યું. સિદ્ધાર્થે બેડરૂમમાં કામ ન કરવાને લઈને પણ હળવા-ફૂલકા અંદાજમાં મજાક કરી, જેનાથી માહોલ વધુ ખુશનુમા થઈ ગયો. આ એપિસોડમાં દર્શકોને આ ચર્ચિત જોડીના ખાનગી જીવન, સંબંધ અને ભવિષ્યની પારિવારિક યોજનાઓની ઝલક જોવા મળશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande