પાટણમાં ‘જનરેશન ઓફ ભક્તિ’ કાર્યક્રમ યોજાયો, ભજનોની સુરાવલીઓથી યુવાનો ભક્તિરસમાં તરબોળ થયા
પાટણ, 13 નવેમ્બર (હિ.સ.)પાટણ શહેરના સુદામા ચોકડી ખાતે ‘યુવા ભારત’ સંસ્થા દ્વારા આજની યુવા પેઢીને સનાતન સંસ્કૃતિ, ધાર્મિક પરંપરાઓ અને પૌરાણિક મૂલ્યો સાથે જોડવાના હેતુથી ‘જનરેશન ઓફ ભક્તિ’ શીર્ષક હેઠળ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
પાટણમાં ‘જનરેશન ઓફ ભક્તિ’ કાર્યક્રમ યોજાયો, ભજનોની સુરાવલીઓથી યુવાનો ભક્તિરસમાં તરબોળ થયા


પાટણમાં ‘જનરેશન ઓફ ભક્તિ’ કાર્યક્રમ યોજાયો, ભજનોની સુરાવલીઓથી યુવાનો ભક્તિરસમાં તરબોળ થયા


પાટણમાં ‘જનરેશન ઓફ ભક્તિ’ કાર્યક્રમ યોજાયો, ભજનોની સુરાવલીઓથી યુવાનો ભક્તિરસમાં તરબોળ થયા


પાટણમાં ‘જનરેશન ઓફ ભક્તિ’ કાર્યક્રમ યોજાયો, ભજનોની સુરાવલીઓથી યુવાનો ભક્તિરસમાં તરબોળ થયા


પાટણ, 13 નવેમ્બર (હિ.સ.)પાટણ શહેરના સુદામા ચોકડી ખાતે ‘યુવા ભારત’ સંસ્થા દ્વારા આજની યુવા પેઢીને સનાતન સંસ્કૃતિ, ધાર્મિક પરંપરાઓ અને પૌરાણિક મૂલ્યો સાથે જોડવાના હેતુથી ‘જનરેશન ઓફ ભક્તિ’ શીર્ષક હેઠળ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને દિવાળીના પર્વનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ સમજાવવાનો હતો. ભગવાન શ્રીરામ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફર્યા ત્યારે અયોધ્યામાં ઉજવાયેલા દીપોત્સવની ગાથાને ભક્તિ અને સંગીતના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત દીકરીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ કલાકારોએ ભગવાન મહાદેવની શિવસ્તુતિ, ભગવાન શ્રીરામની ભક્તિમય કથાઓ અને ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું સંગીતમય પ્રસ્તુતિકરણ કર્યું હતું. રામ અને કૃષ્ણના ભજનો સાથે પરંપરાગત લોકગીતોની પણ સુંદર રજૂઆત કરવામાં આવી હતી. ભજનોની મધુર સુરાવલીઓ અને તાલબદ્ધ સંગીતથી સમગ્ર કાર્યક્રમ સ્થળ ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું.

આધુનિક યુગમાં સોશિયલ મીડિયાની દોડધામ વચ્ચે યુવાનોને ભજન અને સંગીતના માધ્યમથી આધ્યાત્મિકતા સાથે જોડવાના આ પ્રયાસને સારો પ્રતિસાદ મળ્યો હતો. કાર્યક્રમમાં પાટણ શહેરના યુવાનો, નગરજનો તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભક્તિમય ગીતોની રજૂઆત દરમિયાન યુવાનો પણ ઉત્સાહપૂર્વક ઝૂમી ઊઠ્યા હતા. અંતે ‘યુવા ભારત’ સંસ્થાના હોદ્દેદારોએ ઉપસ્થિત મહેમાનો અને નગરજનોનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ આવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande