દિવાળી-છઠની ભીડ વચ્ચે ઉધના સ્ટેશન પર 2.70 લાખ મુસાફરોનું સફળતાપૂર્વક સંચાલન
સુરત, 13 નવેમ્બર (હિ.સ.)-દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન મુસાફરોની ભારે ભીડ વચ્ચે પશ્ચિમ રેલવેએ સુવ્યવસ્થિત આયોજન અને વિશેષ ટ્રેનોના સંચાલનથી મુસાફરોની અવરજવર સફળતાપૂર્વક સંભાળી હતી. 1થી 10 નવેમ્બર, 2026 દરમિયાન પશ્ચિમ રેલવેમાં કુલ 73 લાખ મુસા
उधना स्टेशन पर 2.70 लाख यात्रियों का सफल प्रबंधन


સુરત, 13 નવેમ્બર (હિ.સ.)-દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન મુસાફરોની ભારે ભીડ વચ્ચે પશ્ચિમ રેલવેએ સુવ્યવસ્થિત આયોજન અને વિશેષ ટ્રેનોના સંચાલનથી મુસાફરોની અવરજવર સફળતાપૂર્વક સંભાળી હતી. 1થી 10 નવેમ્બર, 2026 દરમિયાન પશ્ચિમ રેલવેમાં કુલ 73 લાખ મુસાફરોની અવરજવર નોંધાઈ હતી, જે ગયા વર્ષના દિવાળી તહેવારની સરખામણીએ 2 લાખ વધુ છે. આ સમયગાળામાં એકલા ઉધના રેલવે સ્ટેશન પર આશરે 2.70 લાખ મુસાફરોનું સંચાલન કરવામાં આવ્યું હતું.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનિત અભિષેક દ્વારા જારી કરાયેલી અખબારી યાદી મુજબ, ઉધના સ્ટેશન પરથી સ્પેશિયલ ટ્રેનોના 250થી વધુ ફેરા ચલાવવામાં આવ્યા હતા. દિવાળી પહેલાંના ત્રણ દિવસમાં સ્ટેશન પર કુલ 111 ટ્રેનોનું સંચાલન થયું હતું. 7 અને 8 નવેમ્બરની રાત્રે માત્ર 15 કલાકમાં 45 હજારથી વધુ મુસાફરોની અવરજવર સંભાળવામાં આવી હતી.

મુસાફરોની ભીડ ઘટાડવા માટે ઉત્રાણ સ્ટેશનને સેટેલાઇટ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. ઉપરાંત ઉધના, સુરત, ઉત્રાણ, વડોદરા, અમદાવાદ, સાબરમતી અને બાંદ્રા ટર્મિનસ ખાતે પેસેન્જર હોલ્ડિંગ એરિયાની વ્યવસ્થા કરવામાં આવી છે. વધારાના ટિકિટ કાઉન્ટર, એટીવીએમ અને મોબાઇલ યુટીએસ કર્મચારીઓ પણ તૈનાત કરાયા હતા. સુરક્ષા માટે આરપીએફ, જીઆરપી અને સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી હતી.

ઉધના ખાતે 31 ઓક્ટોબરે શરૂ કરાયેલું 10 હજાર ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું પેસેન્જર હોલ્ડિંગ એરિયા દેશમાં સૌથી મોટું છે. અહીં એકસાથે 15 હજારથી વધુ મુસાફરો રહી શકે છે. તેમાં 10 ટિકિટ કાઉન્ટર, પીવાનું શુદ્ધ પાણી, સીસીટીવી કેમેરા, અલગ શૌચાલય અને બેબી ફીડિંગ રૂમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

પશ્ચિમ રેલવેએ તહેવારો દરમિયાન નિયમિત ટ્રેનો ઉપરાંત હોલિડે સ્પેશિયલ ટ્રેનોના 2 હજારથી વધુ ફેરા ચલાવી મુસાફરોને સુરક્ષિત અને સુવિધાજનક મુસાફરી પૂરી પાડવાનો પ્રયાસ કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande