ધારુસણ ગામે ભાગવત સપ્તાહના ચોથા દિવસે વામન અવતાર અને કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી
પાટણ, 13 નવેમ્બર (હિ.સ.) : સરસ્વતી તાલુકાના ધારુસણ ગામે મૂળચંદભાઈ પરસોતમભાઈ જોષી પરિવાર દ્વારા આયોજિત દ્વિતીય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ભક્તિમય માહોલમાં ચાલી રહ્યો છે. સપ્તાહના ચોથા દિવસે કથાવક્તા સંજયભાઈ વી. જોષીએ ભગવાન વિષ્ણુના વામન અવતાર અન
ધારુસણ ગામે ભાગવત સપ્તાહના ચોથા દિવસે વામન અવતાર અને કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી


ધારુસણ ગામે ભાગવત સપ્તાહના ચોથા દિવસે વામન અવતાર અને કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી


ધારુસણ ગામે ભાગવત સપ્તાહના ચોથા દિવસે વામન અવતાર અને કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી


પાટણ, 13 નવેમ્બર (હિ.સ.) : સરસ્વતી તાલુકાના ધારુસણ ગામે મૂળચંદભાઈ પરસોતમભાઈ જોષી પરિવાર દ્વારા આયોજિત દ્વિતીય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ભક્તિમય માહોલમાં ચાલી રહ્યો છે. સપ્તાહના ચોથા દિવસે કથાવક્તા સંજયભાઈ વી. જોષીએ ભગવાન વિષ્ણુના વામન અવતાર અને ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવના પ્રસંગોનું રસપ્રદ વર્ણન કર્યું હતું. કથા દરમિયાન શ્રદ્ધાળુઓએ ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ના જયઘોષ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

કથા દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ, ભાગવત મહાત્મ્ય અને વિવિધ ધાર્મિક પ્રસંગો દ્વારા શ્રોતાઓને ધર્મ, સંસ્કાર અને સદાચારનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર સપ્તાહનું આયોજન કથા આચાર્ય શાસ્ત્રી મહેશભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ ધાર્મિક વિધિ-વિધાન સાથે કરવામાં આવી રહ્યું છે. ધારુસણ ગામની વાડીમાં દરરોજ સવારે 8થી બપોરે 12 વાગ્યા સુધી કથાનું રસપાન કરાવવામાં આવે છે, જેમાં ગામના તેમજ આસપાસનાં ગામોના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાઈ રહ્યા છે. દરરોજ સવારે 11:30 કલાકે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.

મૂળચંદભાઈ પરસોતમભાઈ જોષી પરિવાર દ્વારા આયોજિત આ ભાગવત સપ્તાહ આગામી 16 નવેમ્બર સુધી ચાલશે. આગામી દિવસોમાં ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલા, અન્નકૂટ મહોત્સવ, મહારાસલીલા, રુક્મિણી વિવાહ અને સુદામા ચરિત્ર જેવા પાવન પ્રસંગોનું કથાવર્ણન કરવામાં આવશે. સમગ્ર ધાર્મિક આયોજનને લઈને ધારુસણ ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande