સંખારી ગામે શ્રી બ્રહ્માણી માતાજીનો પાંચમો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો
પાટણ, 13 નવેમ્બર (હિ.સ.) : પાટણ તાલુકાના સંખારી ગામે સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા શ્રી બ્રહ્માણી માતાજીનો પાંચમો પાટોત્સવ ધાર્મિક માહોલ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શોભાયાત્રા, યજ્ઞ અને મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું
સંખારી ગામે શ્રી બ્રહ્માણી માતાજીનો પાંચમો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો


પાટણ, 13 નવેમ્બર (હિ.સ.) : પાટણ તાલુકાના સંખારી ગામે સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા શ્રી બ્રહ્માણી માતાજીનો પાંચમો પાટોત્સવ ધાર્મિક માહોલ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શોભાયાત્રા, યજ્ઞ અને મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, સમાજના આગેવાનો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત સવારે ગામના ઠાકોરજી મહારાજના મંદિરેથી ભવ્ય શોભાયાત્રા સાથે કરવામાં આવી હતી. ડીજે અને ભક્તિસંગીતના તાલે નીકળેલી આ શોભાયાત્રામાં યુવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શોભાયાત્રા દરમિયાન સમગ્ર ગામ ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું.

ત્યારબાદ શ્રી બ્રહ્માણી માતાજીના મંદિર પરિસરમાં ધાર્મિક વિધિ સાથે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય યજમાન તરીકે નિરજકુમાર દશરથભાઈ પ્રજાપતિએ મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ અર્પણ કરી હતી. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ સમસ્ત પ્રજાપતિ સમાજના સભ્યો, દૂરદૂરથી આવેલા આમંત્રિત મહેમાનો અને કુવાસીઓ માટે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. સમગ્ર પાટોત્સવ દરમિયાન ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande