કેન્દ્ર સરકારે- વ્યક્તિગત ડેટાની સંમતિ વ્યવસ્થાપન સેવા માટે, નોંધણી પ્રક્રિયા શરૂ કરી
નવી દિલ્હી, 14 નવેમ્બર (હિ.સ.) કેન્દ્ર સરકારે ડિજિટલ વ્યક્તિગત ડેટા સંરક્ષણ અધિનિયમ, 2023 હેઠળ સંમતિ વ્યવસ્થાપકોની નોંધણીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ માટે 13 નવેમ્બરથી નોંધણીનું માળખું અમલમાં આવ્યું છે. પાત્ર ભારતીય કંપનીઓ હવે અરજી કરી શકશે. નોં
કેન્દ્ર સરકારે- વ્યક્તિગત ડેટાની સંમતિ વ્યવસ્થાપન સેવા માટે, નોંધણી પ્રક્રિયા શરૂ કરી


નવી દિલ્હી, 14 નવેમ્બર (હિ.સ.) કેન્દ્ર સરકારે ડિજિટલ વ્યક્તિગત ડેટા સંરક્ષણ અધિનિયમ, 2023 હેઠળ સંમતિ વ્યવસ્થાપકોની નોંધણીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ માટે 13 નવેમ્બરથી નોંધણીનું માળખું અમલમાં આવ્યું છે. પાત્ર ભારતીય કંપનીઓ હવે અરજી કરી શકશે. નોંધણી માટે કંપનીઓની લઘુત્તમ કુલ સંપત્તિ બે કરોડ રૂપિયા હોવી જોઈએ.

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ એસ. કૃષ્ણને શનિવારે, નોંધણી માટે ઓનલાઇન પોર્ટલની શરૂઆત કરી. પાત્ર કંપનીઓ આ પોર્ટલ દ્વારા ભારતીય ડેટા સંરક્ષણ બોર્ડ પાસે અરજી કરી શકશે.

સંમતિ વ્યવસ્થાપક એવી નોંધાયેલી સંસ્થા હશે, જે લોકોને પોતાના વ્યક્તિગત ડેટાના ઉપયોગ માટે સંમતિ આપવા, તેનું સંચાલન કરવા, સમીક્ષા કરવા અને સંમતિ પાછી ખેંચવાની સુવિધા આપશે. આ વ્યવસ્થા સુલભ, પારદર્શક અને વિવિધ મંચો વચ્ચે કામ કરતા મંચ દ્વારા સંચાલિત થશે. આનો ઉદ્દેશ્ય લોકોને પોતાના વ્યક્તિગત ડેટા પર વધુ નિયંત્રણ આપવો અને ડિજિટલ વ્યવસ્થામાં જવાબદારી વધારવાનો છે.

ભારતમાં નોંધાયેલી કંપનીઓ પર્યાપ્ત તકનીકી, કાર્યકારી અને નાણાકીય ક્ષમતાના આધારે અરજી કરી શકે છે. બોર્ડ અરજીઓની તપાસ કર્યા પછી પાત્ર કંપનીઓને નોંધણી આપશે. નોંધાયેલા સંમતિ વ્યવસ્થાપકોની યાદી બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

અધિનિયમ અને નિયમોની અન્ય મુખ્ય જોગવાઈઓ 13 મે 2027 થી અમલમાં આવશે. જેમાં ડેટા સાથે જોડાયેલા લોકોના અધિકારો, ડેટાનો ઉપયોગ કરતી સંસ્થાઓની જવાબદારીઓ અને બોર્ડની તપાસ તથા દંડ સંબંધી પ્રક્રિયાઓ સામેલ છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande