
નવી દિલ્હી, 14 નવેમ્બર (હિ.સ.). લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ, શનિવારે પંડિત જવાહરલાલ નેહરુની જન્મજયંતિ પર સંવિધાન સદનના કેન્દ્રીય ખંડમાં તેમના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી. આ પ્રસંગે રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સહિત સાંસદો અને પૂર્વ સાંસદોએ પણ નેહરુને શ્રદ્ધાંજલિ આપી. લોકસભા સચિવાલયના જણાવ્યા અનુસાર, આ પ્રસંગે લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહ અને રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીએ પણ પંડિત નેહરુના ચિત્ર પર પુષ્પાંજલિ અર્પણ કરી.
પંડિત નેહરુના ચિત્રનું અનાવરણ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન એ, પાંચ મે 1966 ના રોજ સંસદ ભવનના કેન્દ્રીય ખંડમાં કર્યું હતું. તે સમયે તેને સંસદ ભવન કહેવામાં આવતું હતું, જેને હવે સંવિધાન સદનના નામે ઓળખવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ