
નવી દિલ્હી, 14 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે, બાળ દિનના અવસરે રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્રમાં વિવિધ શાળાઓ અને સંસ્થાઓના બાળકો સાથે મુલાકાત કરી અને તેમની સાથે સંવાદ કર્યો.
આ દરમિયાન તેમણે બાળકોને પોતાના સપનાઓને સાકાર કરવા માટે, પ્રતિબદ્ધતા, સમર્પણ અને દ્રઢતા સાથે આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા.
રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા મંચ એક્સ પર મુલાકાતની તસવીરો સહિયારી કરતા કહ્યું કે, તેમણે બાળ દિનના અવસરે વિવિધ શાળાઓ અને સંસ્થાઓના બાળકો સાથે મુલાકાત કરી અને તેમની સાથે વાતચીત કરી.
તેમણે બાળકોને પોતાના સપનાઓને પૂરા કરવા માટે પ્રતિબદ્ધતા, લગન અને દ્રઢ સંકલ્પ સાથે પ્રયાસ કરવાનો સંદેશ આપ્યો.
રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્રમાં આયોજિત આ મુલાકાત દરમિયાન, બાળકો ઉત્સાહ સાથે રાષ્ટ્રપતિને મળ્યા. આ અવસરે રાષ્ટ્રપતિએ બાળકો સાથે આત્મીયતાથી સંવાદ કર્યો અને તેમને જીવનમાં પોતાના લક્ષ્ય હાંસલ કરવા માટે નિરંતર પ્રયાસ કરવાની પ્રેરણા આપી.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ