દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ આધાર વેરિફિકેશન ફરજિયાત
ગીર સોમનાથ 17 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ યોજના હેઠળ લાભ લેતા ખેડૂતોએ વેરિફિકેશન કરાવવા માટે જણાવવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન આઈખેડૂત પોર્ટલ મારફત
દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ આધાર વેરિફિકેશન ફરજિયાત


ગીર સોમનાથ 17 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ યોજના હેઠળ લાભ લેતા ખેડૂતોએ વેરિફિકેશન કરાવવા માટે જણાવવામાં આવ્યું છે.

વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન આઈખેડૂત પોર્ટલ મારફતે અરજી કરી હોય અને જેની અરજી મંજૂર થઈ હોય તેવા લાભાર્થીઓ પૈકી જે લાભાર્થીઓને માર્ચ ૨૦૨૬ અંતિત લાભ મળેલ છે. એ તમામ લાભાર્થીઓને વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન પહેલા હપ્તાનો લાભ લેવા માટે જૂના પોર્ટલની જગ્યાએ નવા આઈ-ખેડૂત ૨.૦ માં પ્રોફાઇલ બનાવી આધાર વેરીફીકેશન કરાવવાનું રહેશે.

ખેડૂતો દ્વારા વેરીફીકેશનની પ્રક્રિયા કરવાની બાકી હોય જેના કારણે લાભાર્થીઓનું સ્થળ ચકાસણી ન થઈ શકવાના કારણે લાભથી વંચિત રહી શકે તેમ છે. માટે ગીર સોમનાથ જિલ્લાના લાભ મેળવતા જૂના તમામ લાભાર્થીઓને આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલમાં પ્રોફાઇલ બનાવી આધાર વેરિફિકેશન ૧૦ દિવસમાં પૂર્ણ કરવા અનુરોધ કરાયો છે.

આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલમાં પ્રોફાઇલ બનાવવા અને આધાર વેરિફિકેશન કરવા ગ્રામ પંચાયત અન્ય ઇન્ટરનેટ કનેક્ટિવિટી ધરાવતા સેન્ટરો કે ખેડૂત મિત્ર અથવા તાલુકા કક્ષાના આત્મા તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડનાં સ્ટાફ તેમજ ખેડૂત તાલીમ કેન્દ્ર, વેરાવળ ખાતે આવેલ કચેરીનો સંપર્ક કરવા આત્મા પ્રોજેક્ટ ડિરેક્ટર એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande