નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને સરકારી જમીનની પડતર અરજીઓ અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના જમીન સંપાદન અંગે સમીક્ષા બેઠક યોજાઈ
નવસારી, 17 નવેમ્બર (હિ.સ.): નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાએ સરકારી જમીનની માંગણી સંબંધિત પડતર અરજીઓ, સરકારી જમીનની ફાળવણી તેમજ જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદનની કામગીરી અંગે સમીક્ષ
Review meeting held under


નવસારી, 17 નવેમ્બર (હિ.સ.): નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાએ સરકારી જમીનની માંગણી સંબંધિત પડતર અરજીઓ, સરકારી જમીનની ફાળવણી તેમજ જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદનની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠકમાં જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ્સની વર્તમાન સ્થિતિ, જમીન સંપાદન સંબંધિત પ્રશ્નો અને કામગીરી દરમિયાન ઉદ્ભવતી મુશ્કેલીઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં સરકારી જમીનની માંગણી સંબંધિત વિવિધ વિભાગોની પડતર અરજીઓની સમીક્ષા કરવામાં આવી હતી. સરકારી જમીનની ફાળવણી માટે મળેલી અરજીઓની વર્તમાન સ્થિતિ, સંબંધિત વિભાગો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી તેમજ બાકી રહેલી કામગીરી અંગે માહિતી મેળવીને સરકારી જમીનની ફાળવણીની પ્રક્રિયા નિયમોનુસાર અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા સુચના આપી હતી. આ ઉપરાંત પડતર અરજીઓનો પ્રાથમિકતાના ધોરણે નિકાલ કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત, જિલ્લામાં ચાલી રહેલા વિવિધ મહત્ત્વપૂર્ણ માળખાકીય અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના જમીન સંપાદન અંગે પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ, સુરત-દહિસર નેશનલ હાઈવે નં. ૮ અને ૬ને જોડતા પ્રોજેક્ટ, ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર (DFCCIL) રેલવે પ્રોજેક્ટ, વાઘરેજ રિચાર્જ પ્રોજેક્ટ તથા પૂર્ણા ટાઈડલ રેગ્યુલેટર પ્રોજેક્ટની કામગીરી અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવવામાં આવી હતી.

ઉપરાંત, સુરત-સચિન-નવસારી હાઈસ્પીડ કોરિડોર તેમજ પાણી પુરવઠા યોજના અંતર્ગત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતની વિવિધ યોજનાઓ માટે જરૂરી જમીન સંપાદન અને સરકારી જમીનની ફાળવણીની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. પ્રોજેક્ટ્સ માટે જરૂરી જમીનની ઉપલબ્ધતા, સંપાદન પ્રક્રિયાની પ્રગતિ, સંબંધિત વિભાગો વચ્ચેનું સંકલન અને બાકી રહેલી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ સંબંધિત અધિકારીઓને સરકારી જમીનની ફાળવણી માટેની અરજીઓનો નિયમોનુસાર ઝડપી નિકાલ કરવા, જમીન સંપાદન સંબંધિત કામગીરીમાં જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા તેમજ વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન જાળવવા સૂચનાઓ આપી હતી. વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની કામગીરીમાં જમીન સંબંધિત પ્રશ્નોને કારણે વિલંબ ન થાય તે માટે જરૂરી અનુસરણ કરવા અને દરેક પ્રોજેક્ટની પ્રગતિ પર નિયમિત દેખરેખ રાખવા પણ ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી નૈતિકાબેન પટેલ, નાયબ કલેક્ટર દ્રષ્ટિ શુક્લા, નાયબ કલેક્ટર સંદીપ ગાયકવાડ, પ્રાંત અધિકારી તૃપ્તિ પટેલ, વાંસદા પ્રાંત અધિકારી ભાર્ગવ માહલા સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande