એર ઇન્ડિયા એક્સપ્રેસે દીપક રાજાવતને સીઈઓ તરીકે નિયુક્ત કર્યા
નવી દિલ્હી, 18 નવેમ્બર (હિ.સ.). ટાટા ગ્રુપ એરલાઇન એર ઇન્ડિયા એક્સપ્રેસે દીપક રાજાવતને તેના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) તરીકે નિયુક્ત કર્યા છે. એરલાઇને બુધવારે જણાવ્યું હતું કે, દીપક રાજાવતની સીઈઓ તરીકે નિયુક્તિ 1 ડિસેમ્બરથી અમલમાં આવશે. રાજાવત હ
દીપક રાજાવત


નવી દિલ્હી, 18 નવેમ્બર (હિ.સ.). ટાટા ગ્રુપ એરલાઇન એર ઇન્ડિયા એક્સપ્રેસે દીપક રાજાવતને તેના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) તરીકે નિયુક્ત કર્યા છે.

એરલાઇને બુધવારે જણાવ્યું હતું કે, દીપક રાજાવતની સીઈઓ તરીકે નિયુક્તિ 1 ડિસેમ્બરથી અમલમાં આવશે. રાજાવત હાલમાં ટાટા ગ્રુપ એરલાઇનમાં ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (સીએફઓ) તરીકે સેવા આપે છે. રાજાવતને ઉડ્ડયન અને નાણાકીય ક્ષેત્રમાં બે દાયકાથી વધુનો અનુભવ છે.

એર ઇન્ડિયા એક્સપ્રેસ દરરોજ આશરે 585 ફ્લાઇટ્સનું સંચાલન કરે છે, જે 48 સ્થાનિક અને 17 આંતરરાષ્ટ્રીય સ્થળોને જોડે છે. એરલાઇનના કાફલામાં કુલ 108 વિમાનોનો સમાવેશ થાય છે, જેમાં બોઇંગ 737 અને એરબસ A320નો સમાવેશ થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande