રૌતહટમાં ભારત-નેપાળ સરહદ વિસ્તારમાંથી 9 એમએમની 27 ગોળીઓ મળી આવી
કાઠમંડુ, નવી દિલ્હી, 18 નવેમ્બર (હિ.સ.) નેપાળના રૌતહટ જિલ્લામાં, ભારત-નેપાળ સરહદ વિસ્તારમાંથી 9 એમએમની 27 ગોળીઓ મળી આવી છે. રૌતહટની ગૌર નગરપાલિકા સ્થિત કાનુપટ્ટી સરહદ વિસ્તારમાંથી આ ગોળીઓ મળી આવી છે. સશસ્ત્ર પોલીસ દળ નેપાળના સરહદ સુરક્ષા ગુલ્મ મુખ્
ભારત-નેપાળ સરહદ વિસ્તારમાંથી 9 એમએમની 27 ગોળીઓ મળી આવી


કાઠમંડુ, નવી દિલ્હી, 18 નવેમ્બર (હિ.સ.) નેપાળના રૌતહટ જિલ્લામાં, ભારત-નેપાળ સરહદ વિસ્તારમાંથી 9 એમએમની 27 ગોળીઓ મળી આવી છે. રૌતહટની ગૌર નગરપાલિકા સ્થિત કાનુપટ્ટી સરહદ વિસ્તારમાંથી આ ગોળીઓ મળી આવી છે. સશસ્ત્ર પોલીસ દળ નેપાળના સરહદ સુરક્ષા ગુલ્મ મુખ્ય મથક ગૌર અને ભંસાર સુરક્ષા ગાર્ડ ગૌરની સંયુક્ત પેટ્રોલિંગ ટુકડીએ મંગળવારે સરહદ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન આ ગોળીઓ જપ્ત કરી હતી.

સશસ્ત્ર પોલીસ દળના જણાવ્યા અનુસાર, પેટ્રોલિંગ ટુકડીને કાનુપટ્ટી સરહદ વિસ્તારમાં બિનવારસી હાલતમાં પડેલી એક સફેદ પ્લાસ્ટિકની થેલી મળી હતી. તેની તપાસ કરતા તેમાંથી 9 એમએમના રાઉન્ડ જેવી દેખાતી 27 ગોળીઓ મળી આવી હતી. જપ્ત કરાયેલી ગોળીઓ કોણે, કયા હેતુથી અને કયા સંજોગોમાં ત્યાં છોડી હતી, તેની તપાસ કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande