સિદ્ધપુરમાં ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો, 51 બોટલ રક્ત એકત્ર
પાટણ, 18 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરમાં 1008 મહામંડલેશ્વર કંકેશ્વરી દેવીજીના મુખેથી યોજાઈ રહેલા ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના ભાગરૂપે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દેવેન્દ્રભાઈ કાંતિલાલ ત્રિવેદી પરિવાર મુખ્ય યજમાન તરીકે આ ધાર્મિક આયોજન કરી
સિદ્ધપુરમાં ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો, 51 બોટલ રક્ત એકત્ર


પાટણ, 18 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરમાં 1008 મહામંડલેશ્વર કંકેશ્વરી દેવીજીના મુખેથી યોજાઈ રહેલા ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના ભાગરૂપે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દેવેન્દ્રભાઈ કાંતિલાલ ત્રિવેદી પરિવાર મુખ્ય યજમાન તરીકે આ ધાર્મિક આયોજન કરી રહ્યો છે. સેવા અને માનવતાના ભાવ સાથે યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં કુલ 51 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.

કેમ્પમાં દેવેન્દ્રભાઈ ત્રિવેદી પરિવારના સભ્યો તેમજ સિદ્ધપુરના સન નગરના યુવા મિત્રોએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રક્તદાતાઓના સહયોગથી એકત્ર થયેલું રક્ત જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગી બનશે. આ પ્રસંગે રેડ ક્રોસ સોસાયટી અને સિવિલ હોસ્પિટલ સિદ્ધપુરની બ્લડ બેંકની ટીમ દ્વારા જરૂરી સહયોગ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન ડૉ. નિશિતભાઈ અજાણી, મંત્રી સુરેશભાઈ પંચાલ, વાઇસ ચેરમેન પ્રવીણભાઈ મોદી, પ્રોજેક્ટ ચેરમેન દિલીપભાઈ પુરોહિત અને ભરતભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રક્તદાતાઓને પ્રોત્સાહિત કરી રક્તદાનના મહત્વ અંગે જણાવ્યું હતું. ધાર્મિક પ્રસંગ સાથે સેવાકીય પ્રવૃત્તિ જોડીને આયોજિત આ કેમ્પે સમાજમાં માનવતા અને પરોપકારનો સંદેશ આપ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande