વેરાવળમાં 'વિશ્વ એન્ટી માઈક્રોબિયલ રેઝિસ્ટન્સ જાગૃતિ સપ્તાહ'ની જિલ્લાકક્ષાની ઊજવણી કરવામાં આવી
ગીર સોમનાથ, 18 નવેમ્બર (હિ.સ.) : નાગરિકોને દવાઓના યોગ્ય ઉપયોગ અને ચેપ અટકાવવાની સરળ રીતો વિશે સમજ આપવા અંગે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રોટરી ક્લબ સોસાયટીના કોમ્યુનિટી હોલ ખાતે ''વિશ્વ એન્ટી માઈક્રોબિયલ રેઝિસ્ટન્સ જાગૃતિ સપ્તાહ''ની જિલ્લાકક્ષાની ઊ
વેરાવળમાં 'વિશ્વ એન્ટી માઈક્રોબિયલ રેઝિસ્ટન્સ જાગૃતિ


ગીર સોમનાથ, 18 નવેમ્બર (હિ.સ.) : નાગરિકોને દવાઓના યોગ્ય ઉપયોગ અને ચેપ અટકાવવાની સરળ રીતો વિશે સમજ આપવા અંગે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રોટરી ક્લબ સોસાયટીના કોમ્યુનિટી હોલ ખાતે 'વિશ્વ એન્ટી માઈક્રોબિયલ રેઝિસ્ટન્સ જાગૃતિ સપ્તાહ'ની જિલ્લાકક્ષાની ઊજવણી કરવામાં આવી હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અરુણ રોયે જણાવ્યું હતું કે, ડૉક્ટરની સલાહથી જ એન્ટીબાયોટિક દવાનો ઉપયોગ કરવો જોઈએ. એન્ટિબાયોટિકના વધુ પડતા ઉપયોગથી શરીરને આડઅસર પહોંચે છે. ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર એન્ટીબાયોટિક દવા ન લેવી જોઈએ.

એક આરોગ્ય, એક પહેલ એએમઆરને અત્યારે જ અટકાવો. આ સૂત્ર આપણને યાદ અપાવે છે કે, માણસો પ્રાણીઓ અને પર્યાવરણનું સ્વાસ્થ્ય એકબીજા સાથે જોડાયેલું છે. વિશ્વભરમાં દર વર્ષે તા.૧૮ થી ૨૪ નવેમ્બર દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ થકી વિશ્વ એ.એમ.આર જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. એમ એમણે ઉમેર્યું હતું.

ડૉ.રવિ ઝાલાએ એન્ટીબાયોટિક દવાઓની સમજ આપતા જણાવ્યું હતું કે, એન્ટીબાયોટિક જેવી દવાઓની સામે જીવાણુઓમાં પ્રતિકાર શક્તિ વિકસે ત્યારે દવાની અસર ઓછી થાય છે. જેને પરિણામે કેટલાક ચેપ અને રોગોની સારવાર વધુ મુશ્કેલ બને છે. વધુ પડતી એન્ટીબાયોટિક દવા ઉપયોગમાં લેવાથી બેક્ટેરિયા પર અસરકારકતા ઓછી થઈ જાય છે. જેથી રોગ ઝડપથી કાબૂમાં લેવો મુશ્કેલ પડે છે. લોકોમાં જાગૃતિથી જ એન્ટીબાયોટિકની આડઅસર અટકાવી શકાય છે.

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ શ્રી નરેશ ગોહિલે આયુર્વેદ સારવાર, સ્વચ્છતા તેમજ વાઈરલ રોગને રોકવા માટે તુલસી સહિતના આયુર્વેદિક ઉકાળાઓનો દૈનિક જીવનમાં સમાવેશ કરી ઘરગથ્થુ ઉપચારના ઉપયોગ પર ભાર મૂક્યો હતો.

ઉપસ્થિત સર્વેએ એન્ટી માઈક્રોબિયલ રેઝિસ્ટન્સ પ્રતિજ્ઞા લઈ અને એન્ટિબાયોટિક દવાઓના જરૂર પૂરતા જ ઉપયોગ તેમજ રસીકરણ, સ્વચ્છ પાણી, સ્વચ્છતા અને બાયોમેડિકલ કચરાના યોગ્ય નિકાલને પ્રોત્સાહન આપવા અંગે શપથ લીધા હતાં.

આ ઉજવણીમાં અગ્રણી ડૉ.સંજયભાઈ પરમાર, રિતેશભાઈ ફોફંડી, ડૉ.હિરેન વાજા, ડૉ.મનોજ સોલંકી, જીતુભાઈ રતનઘાયરા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સહભાગી થયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande