ગિરનાર પરિક્રમા દરમિયાન મુસાફરોની સુવિધા માટે 8 જોડી ટ્રેનોમાં વધારાના જનરલ સેકન્ડ ક્લાસ (GS) કોચ જોડવામાં આવશે
18થી 26 નવેમ્બર સુધી અસ્થાયી ધોરણે ઉપલબ્ધ રહેશે વધારાના કોચની સુવિધા જુનાગઢ 18 નવેમ્બર (હિ.સ.) : જૂનાગઢમાં આયોજિત થનારા પ્રસિદ્ધ ‘ગિરનાર પરિક્રમા મેળા’ (20થી 24 નવેમ્બર, 2026) દરમિયાન મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને તેમની સુવિધા માટે 8 જોડ
ગિરનાર પરિક્રમા દરમિયાન મુસાફરોની સુવિધા માટે 8 જોડી ટ્રેનોમાં વધારાના જનરલ સેકન્ડ ક્લાસ (GS) કોચ જોડવામાં આવશે


18થી 26 નવેમ્બર સુધી અસ્થાયી ધોરણે ઉપલબ્ધ રહેશે વધારાના કોચની સુવિધા

જુનાગઢ 18 નવેમ્બર (હિ.સ.) : જૂનાગઢમાં આયોજિત થનારા પ્રસિદ્ધ ‘ગિરનાર પરિક્રમા મેળા’ (20થી 24 નવેમ્બર, 2026) દરમિયાન મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને તેમની સુવિધા માટે 8 જોડી ટ્રેનોમાં અસ્થાયી ધોરણે વધારાના જનરલ સેકન્ડ ક્લાસ (GS) કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સુવિધા 18 નવેમ્બરથી 26 નવેમ્બર, 2026 સુધી ઉપલબ્ધ રહેશે.

મંડળ રેલ પ્રબંધક, ભાવનગર, દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ મુસાફરોને વધુ સારી અને સુવિધાજનક રેલ મુસાફરી ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોના ભાગરૂપે આ વ્યવસ્થા કરવામાં આવી છે.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

1. વધારાના 02 જનરલ સેકન્ડ ક્લાસ (GS) કોચ ધરાવતી ટ્રેનો:

• ટ્રેન નંબર 59558/59559: ભાવનગર ટર્મિનસ–વેરાવળ–ભાવનગર ટર્મિનસ

• ટ્રેન નંબર 19120/19119: વેરાવળ–ગાંધીનગર કેપિટલ–વેરાવળ

• ટ્રેન નંબર 59424/59423: વેરાવળ–રાજકોટ–વેરાવળ

• ટ્રેન નંબર 59422/59421: વેરાવળ–રાજકોટ–વેરાવળ

• ટ્રેન નંબર 59557/59560: ભાવનગર ટર્મિનસ–પોરબંદર–ભાવનગર ટર્મિનસ

2. વધારાના 03 મીટર ગેજ (MG) જનરલ સેકન્ડ ક્લાસ (GS) કોચ ધરાવતી ટ્રેનો:

• ટ્રેન નંબર 09595/09596: જૂનાગઢ–ચલાળા–જૂનાગઢ (MG ટ્રેન)

• ટ્રેન નંબર 52946/52933: જૂનાગઢ–વેરાવળ–જૂનાગઢ (MG ટ્રેન)

• ટ્રેન નંબર 52952/52951: જૂનાગઢ–દેલવાડા–જૂનાગઢ (MG ટ્રેન)

પશ્ચિમ રેલવે મુસાફરોને આ વધારાની સુવિધાનો લાભ લેવા અપીલ કરે છે. ટ્રેનોના સ્ટોપેજ, કોચની રચના તથા સમયપત્રક સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande