રાધનપુરમાં ભાજપની ટિફિન બેઠક યોજાઈ, સંગઠન મજબૂત બનાવવા અને આગામી કાર્યક્રમો અંગે ચર્ચા
પાટણ, 19 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજે ભાજપ દ્વારા ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં પક્ષના સંગઠનને પાયાના સ્તરે વધુ મજબૂત બનાવવા, કાર્યકર્તાઓ વચ્ચે સંકલન વધારવા અને આગામી સંગઠનાત્મક કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચા ક
રાધનપુરમાં ભાજપની ટિફિન બેઠક યોજાઈ, સંગઠન મજબૂત બનાવવા અને આગામી કાર્યક્રમો અંગે ચર્ચા


પાટણ, 19 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજે ભાજપ દ્વારા ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં પક્ષના સંગઠનને પાયાના સ્તરે વધુ મજબૂત બનાવવા, કાર્યકર્તાઓ વચ્ચે સંકલન વધારવા અને આગામી સંગઠનાત્મક કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓએ સાથે બેસીને ભોજન લીધું હતું અને સંગઠનના વિવિધ મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું.

આ બેઠકમાં જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ અને રાધનપુર શહેરના પ્રભારી ભેમાભાઈ ચૌધરી, રાજુભાઈ ઠક્કર, નરેશ બારોટ, રાધનપુર નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોશી, ભરત પ્રજાપતિ તથા કિસાન મોરચાના હોદ્દેદાર ગોકુળભાઈ ભરવાડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા અને તાલુકા કક્ષાના ભાજપના હોદ્દેદારો, નગરપાલિકાના કોર્પોરેટરો, શહેરના આગેવાનો તેમજ પાટણ જિલ્લા લઘુમતી મોરચાના મહામંત્રી ઇમરાન ધાંચી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.

બેઠકમાં કાર્યકર્તાઓને સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં વધુ સક્રિય બનાવવા, પરસ્પર સંવાદ અને સહકાર વધારવા તથા આગામી કાર્યક્રમો સુવ્યવસ્થિત રીતે યોજવા અંગે માર્ગદર્શન અને ચર્ચા કરવામાં આવી હતી. આવી ટિફિન બેઠકોના માધ્યમથી કાર્યકર્તાઓ વચ્ચે એકતા અને સંગઠનભાવ મજબૂત બને તેવા પ્રયાસો ચાલુ રાખવા અંગે પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande