
પોરબંદર, 20 નવેમ્બર (હિ.સ.) : રાણાવાવ તાલુકાના ડૈયર ગામે ઝાડની ડાળી કાપવા મુદ્દે થયેલા વિવાદમાં એક
વૃદ્ધ ખેડૂત પર હુમલો થયાની ઘટના સામે આવી છે.ખેતરના શેઢા પર આવેલા ગુંદીના ઝાડની ડાળી કાપવા મુદ્દે થયેલા વિવાદમાં 72 વર્ષીય ખેડૂત પર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ રાણાવાવ પોલીસ મથકે નોંધાઈ છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ડૈયર ગામના ભાણજીભાઈ ચનુભાઈ જોગીયા (ઉ.વ. 72)ના ખેતરના શેઢા પર ગુંદીનું ઝાડ આવેલું છે. આ ઝાડની ડાળી કાપતાં સેઢા પાડોસી મેરામણ વાલાભાઈ કાનગડે લાકડી વડે ભાણજીભાઈ પર હુમલો કર્યો હતો.તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.આ બનાવ અંગે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya