જૂનાગઢ ડિવિઝનની તમામ પોસ્ટ ઓફિસોમાં પેન્શનરો માટે 'ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ' બનાવવાનું વિશેષ અભિયાન
જૂનાગઢ, 20 નવેમ્બર (હિ.સ.) : ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા પેન્શનરોની સુવિધા અને સરળતા માટે નવેમ્બર-૨૦૨૬ દરમિયાન ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (Digital Life Certificate - DLC) મેળવવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત જૂનાગઢ ડિવિઝન
જૂનાગઢ ડિવિઝનની તમામ પોસ્ટ ઓફિસોમાં પેન્શનરો માટે 'ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ' બનાવવાનું વિશેષ અભિયાન


જૂનાગઢ, 20 નવેમ્બર (હિ.સ.) : ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા પેન્શનરોની સુવિધા અને સરળતા માટે નવેમ્બર-૨૦૨૬ દરમિયાન ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (Digital Life Certificate - DLC) મેળવવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત જૂનાગઢ ડિવિઝનની તમામ હેડ પોસ્ટ ઓફિસ, સબ પોસ્ટ ઓફિસ તથા શાખા પોસ્ટ ઓફિસોમાં પેન્શનરો માટે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બનાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

સરકારી પેન્શનરો તેમજ અન્ય પાત્ર પેન્શનરોને દર વર્ષે નવેમ્બર માસ દરમિયાન પોતાનું જીવન પ્રમાણપત્ર (Life Certificate) રજૂ કરવાનું હોય છે. આ પ્રક્રિયાને સક્ષમ, ઝડપી અને સુવિધાજનક બનાવવા માટે ટપાલ વિભાગ દ્વારા આધાર આધારિત ફેસ ઓથેન્ટિકેશન (Face Authentication) ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બનાવવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે.

આ સુવિધા દ્વારા પેન્શનરોને બેંક અથવા અન્ય કચેરીઓમાં ઊભું રહેવાની અગવડતા વિના નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને પોતાનું ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બનાવી શકશે. આ ઉપરાંત, પેન્શનરો પોતાના સ્માર્ટફોન દ્વારા પણ Face Authentication મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ઘરે બેઠા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જનરેટ કરી શકે છે. ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ બનાવવા માટે પેન્શનરોએ આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર, પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) નંબર અને પેન્શન ખાતાની બેંકની વિગતો સાથે રાખવાની રહેશે.

વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરોને અપીલ કરવામાં આવે છે કે તેઓ નવેમ્બર માસ દરમિયાન નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ આ સુવિધાનો લાભ લે અને સમયસર પોતાનું ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જનરેટ કરાવે, જેથી પેન્શન મેળવવામાં કોઈ વિલંબ ઊભો ન થાય. ભારતીય ટપાલ વિભાગ હંમેશાં નાગરિકોની સુવિધા અને સેવાઓને સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. વધુ માહિતી માટે નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande