નેત્રંગ-ઝઘડિયાના 6 ગ્રામ્ય માર્ગોના નવીનીકરણ માટે 9.40 કરોડ મંજૂર, વિકાસની રફતાર તેજ
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ 2026-27 હેઠળ રાજ્યના માર્ગ અને મકાન વિભાગે જોબનંબર ફાળવ્યા - સાત વર્ષથી નહીં બનેલા કુલ 13 કિમી લંબાઈના ગ્રામ્ય માર્ગોનું માટીકામ, કાર્પેટ અને નાળાઓનુ થસે નવીનીકરણ ભરૂચ, 20 નવેમ્બર (હિ.સ.) : ભરૂચ જિલ્લાના આદિવાસી
નેત્રંગ-ઝઘડિયાના 6 ગ્રામ્ય માર્ગોના નવીનીકરણ માટે 9.40 કરોડ મંજૂર, વિકાસની રફતાર તેજ


- મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ 2026-27 હેઠળ રાજ્યના માર્ગ અને મકાન વિભાગે જોબનંબર ફાળવ્યા

- સાત વર્ષથી નહીં બનેલા કુલ 13 કિમી લંબાઈના ગ્રામ્ય માર્ગોનું માટીકામ, કાર્પેટ અને નાળાઓનુ થસે નવીનીકરણ

ભરૂચ, 20 નવેમ્બર (હિ.સ.) : ભરૂચ જિલ્લાના આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. માર્ગ અને મકાન વિભાગ, ગાંધીનગર દ્વારા 'મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના' અંતર્ગત નેત્રંગ અને ઝઘડિયા તાલુકાના વર્ષોથી જર્જરિત અને સાત વર્ષથી સમતલ ન થયેલા કુલ 6 ગ્રામ્ય માર્ગો માટે 9.40 કરોડના કામોને મંજૂરી આપી જોબનંબર ફાળવી દેવામાં આવ્યા છે.

રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ સચિવાલય, ગાંધીનગર દ્વારા અધિક્ષક ઈજનેર, પંચાયત (મા.મ.) વર્તુળ, વડોદરાને જોબનંબર ફાળવણી અંગેના સત્તાવાર આદેશો જારી કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ 2026-27 હેઠળ જે માર્ગોને સાત વર્ષથી સમતલ કરવામાં આવેલ નથી તેવા ગ્રામ્ય માર્ગોને ફરીથી સમતલ કરવાના હેતુસર ભરૂચ જિલ્લાના નેત્રંગ અને ઝઘડિયા તાલુકાના કુલ 13 કિ.મી. લંબાઈના 6 રસ્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તાલુકાવાર મંજૂર થયેલા કામોની વિગત મુજબ નેત્રંગ તાલુકામાં કુલ 4.90 કરોડના રસ્તા જેમાં મચામડી એપ્રોચ રસ્તો 1 કિ.મી. લંબાઈના આ માર્ગ માટે 70 લાખ મંજૂર કરાયા છે.મુંગજ એપ્રોચ રસ્તો 3 કિ.મી. લંબાઈના આ માર્ગ માટે 2.10 કરોડ ફાળવવામાં આવ્યા છે.જ્યારે ધોલેખામ એપ્રોચ રસ્તો 3 કિ.મી. લંબાઈના આ માર્ગ માટે પણ 2.10 કરોડ મંજૂર થયા છે.જ્યારે ઝઘડિયા તાલુમા કુલ 4.50 કરોડ મંજૂર કર્યા છે. શીર એપ્રોચ રસ્તો 2 કિ.મી.લંબાઈના માર્ગ માટે 1.5 કરોડ મંજૂર કરાયા છે.જ્યારે સરસાડથી કાકલપોર રસ્તો 2 કિ.મી. લંબાઈના માર્ગ માટે 1.5કરોડ ફાળવાયા છે .પોરા એપ્રોચ રસ્તા 2 કિ.મી. લંબાઈના માર્ગ માટે 1.5 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

રસ્તાની કામગીરીમાં શું-શું થશે

આ તમામ 6 ગ્રામ્ય માર્ગો પર માત્ર ડામરકામ જ નહીં, પરંતુ સંપૂર્ણ ગુણવત્તાયુક્ત નવીનીકરણ હાથ ધરાશે. જેમાં માટીકામ, જી.એસ.બી, ડબલ્યુ.એમ.એમ, બી.એસ.જી, કાર્પેટ, સીલકોટ, પાઈપનાળા, સ્લેબ ડ્રેઈન અને રોડ ફર્નીચર સહિતની આધુનિક કામગીરીનો સમાવેશ થાય છે.

મંજૂરી માટે સરકારની કડક શરતો

રાજ્ય સરકારે આ કામોની મંજૂરી સાથે ચાર મહત્વની શરતો પણ લાદી છે જેમાં મંજૂર થયેલા આ કામોને બદલે અન્ય કોઈ કામ હાથ ધરી શકાશે નહીં. જમીનની ઉપલબ્ધતા ચકાસીને તેમજ મંજૂર થયેલી રકમની મર્યાદામાં જ ખર્ચ કરવાનો રહેશે. આ કામની સંભવિત બચત સામે અન્ય કોઈ કામગીરી કરી શકાશે નહીં.જો અન્ય કોઈ યોજના હેઠળ આમાંથી કોઈ કામ મંજૂર થયેલ હશે તો આ મંજૂરી આપોઆપ રદ ગણવાની રહેશે.

આ માર્ગોના નવીનીકરણથી ચોમાસા દરમિયાન પડતી મુશ્કેલીઓનો અંત આવશે અને ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક ગ્રામજનોને તાલુકા મથક સુધી પહોંચવામાં મોટી રાહત મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande