
મુંબઈ, નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.): સલમાન ખાન અને નયનતારાની આગામી ફિલ્મ 'મોન્સ્ટર' પોતાના એક્શનને લઈને ચર્ચામાં છે. દિગ્દર્શક વામશી પેડિપલ્લી આ ફિલ્મમાં પારિવારિક ડ્રામા સાથે મોટા સ્તરનું એક્શન દેખાડવાની તૈયારી કરી રહ્યા છે.
આ માટે નિર્માતાઓએ છ અનુભવી એક્શન કોરિયોગ્રાફર અને સ્ટંટ વિશેષજ્ઞોની આંતરરાષ્ટ્રીય ટીમ બનાવી છે. વેરાયટી ઇન્ડિયાના અહેવાલ મુજબ, આ ટીમ સલમાન અને નયનતારાના ફાઇટ સિક્વન્સને ખાસ અંદાજ આપવા માટે કામ કરશે.
આ ટીમમાં દક્ષિણ કોરિયાના એક્શન દિગ્દર્શક અને સ્ટંટ કોઓર્ડિનેટર ઓહ સે-યોંગ સામેલ છે. તે 'વોર', 'કિલ', 'ધુરંધર: ધ રિવેન્જ', હોલીવુડ ફિલ્મ 'એવેન્જર્સ: એજ ઓફ અલ્ટ્રોન' અને ઓસ્કાર વિજેતા 'પેરાસાઇટ' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. તેમના સિવાય દક્ષિણ આફ્રિકાના એક્શન દિગ્દર્શક ક્રેગ મેકરે, થાઈ એક્શન વિશેષજ્ઞ કેચા ખમ્ફકડી અને બલ્ગેરિયાના એક્શન દિગ્દર્શક કાલોયાન વોડેનિચરોવ પણ આ ટીમનો હિસ્સો છે.
ભારતીય સ્ટંટ વિશેષજ્ઞ સુનીલ રોડ્રિગ્સ અને અનલ અરાસુને પણ ફિલ્મના એક્શનની જવાબદારી સોંપવામાં આવી છે. સુનીલ રોડ્રિગ્સ 'એનિમલ', 'કિંગ' અને 'એક્સટ્રેક્શન' જેવી ફિલ્મો સાથે જોડાયેલા રહ્યા છે, જ્યારે અનલ અરાસુના કામમાં 'મહારાજા' અને 'જના નાયકન' સામેલ છે.
'મોન્સ્ટર'માં પહેલીવાર સલમાન ખાન અને નયનતારાની જોડી મોટા પડદા પર સાથે નજરે પડશે. ફિલ્મમાં જૈકી શ્રોફ અને અરવિંદ સ્વામી પણ મહત્વની ભૂમિકાઓમાં જોવા મળશે. નિર્માતાઓએ તેને હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ કરવાની તૈયારી કરી છે. ફિલ્મ ઈદ 2027ના અવસર પર સિનેમાઘરોમાં દસ્તક દેશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ