
મુંબઈ, 20 નવેમ્બર (હિ.સ.)। અભિનેતા શક્તિ કપૂર પોતાની દીકરી શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ 'ઈઠા'ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેમણે ફિલ્મમાં શ્રદ્ધાની મહેનત અને સમર્પણના મુક્તકંઠે વખાણ કર્યા છે.
શક્તિ કપૂરના જણાવ્યા અનુસાર, શ્રદ્ધાએ પોતાના પાત્રને વાસ્તવિક રૂપ આપવા માટે કોઈ કસર બાકી રાખી નથી અને પૂરી નિષ્ઠાથી કામ કર્યું છે. તેમણે જણાવ્યું કે, ફિલ્મની તૈયારી દરમિયાન સતત અભ્યાસ અને મહેનતને કારણે, શ્રદ્ધાના પગમાં સોજા પણ આવી જતા હતા. તેમ છતાં તેણે પોતાના કામ પ્રત્યે પૂરેપૂરું સમર્પણ જાળવી રાખ્યું.
શક્તિ કપૂરને કહ્યું કે, જીવનમાં મુશ્કેલીઓ અને તણાવ આવતા રહે છે, પરંતુ મુશ્કેલ સમયમાં તેઓ ભગવાનને પ્રાર્થના કરે છે કે તેમને બસ 'ઈઠા' જોવાની તક મળે. તેમણે શ્રદ્ધાના વખાણ કરતા કહ્યું કે, દીકરી તેમના માટે ભગવાનનું રૂપ છે. તે ભલે ઓછી ફિલ્મો કરે છે, પરંતુ જે પણ યોજનાનો ભાગ બને છે, તેમાં પોતાનું દિલ અને પ્રાણ લગાવીને કરે છે. ફિલ્મમાં શ્રદ્ધા, મરાઠી લોક કલાકારનું પાત્ર ભજવી રહી છે. શક્તિ કપૂરે આ ભૂમિકા માટે તેની મહેનત પર ગર્વ વ્યક્ત કર્યો.
મેડોક ફિલ્મ્સ અને કઠપુતલી ક્રિએશન્સના નેજા હેઠળ બનેલી 'ઈઠા'ને લઈને, દર્શકોમાં ઉત્સુકતા જળવાયેલી છે. ફિલ્મના ટ્રેલરને સારો પ્રતિસાદ મળ્યો છે, જ્યારે તેનું પ્રથમ ગીત 'જી જી રે જી' પણ ચર્ચામાં છે. લાવણીની પરંપરાગત કલા અને તેની ઊર્જાને દર્શાવતું આ ગીત ફિલ્મ પ્રત્યે દર્શકોની રુચિ વધારી રહ્યું છે. લક્ષ્મણ ઉતેકરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 4 ડિસેમ્બર 2026ના રોજ સિનેમાઘરોમાં રજૂ થશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ