પાટણ નગરપાલિકાના વર્ગ-4ના 7 કાયમી કર્મચારીઓને 14 જોડી ગણવેશનું વિતરણ કરાયું
પાટણ, 25 નવેમ્બર (હિ.સ.) : પાટણ નગરપાલિકા દ્વારા વિવિધ શાખાઓમાં ફરજ બજાવતા વર્ગ-4ના 7 કાયમી કર્મચારીઓને વર્ષ 2026-27 માટે ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના ઠરાવ મુજબ કર્મચારીઓ માટે કુલ 14 જોડી પેન્ટ-શર્ટ સિલાઈ સાથે તૈયાર કરાવવામાં આવી
પાટણ નગરપાલિકાના 7 કાયમી કર્મચારીઓને 14 જોડી ગણવેશનું વિતરણ કરાયું


પાટણ, 25 નવેમ્બર (હિ.સ.) : પાટણ નગરપાલિકા દ્વારા વિવિધ શાખાઓમાં ફરજ બજાવતા વર્ગ-4ના 7 કાયમી કર્મચારીઓને વર્ષ 2026-27 માટે ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના ઠરાવ મુજબ કર્મચારીઓ માટે કુલ 14 જોડી પેન્ટ-શર્ટ સિલાઈ સાથે તૈયાર કરાવવામાં આવી હતી. આ ગણવેશ તૈયાર કરવા માટે કુલ ₹16,100નો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. કારોબારી સમિતિના ઠરાવ નંબર 106 અને સામાન્ય સભાના ઠરાવ નંબર 178 મુજબ આ ખર્ચને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી.

મંજૂરી મળ્યા બાદ નગરપાલિકા દ્વારા વર્ક ઓર્ડર આપીને તમામ કર્મચારીઓના વ્યક્તિગત માપ મુજબ પેન્ટ-શર્ટની બે-બે જોડી તૈયાર કરાવવામાં આવી હતી. ગણવેશ તૈયાર થયા બાદ નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, કારોબારી ચેરમેન નીલમ પટેલ અને કોર્પોરેટર રોહિત પટેલના હસ્તે કર્મચારીઓને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું.

નગરપાલિકાની સ્ટોર શાખાના રેકોર્ડ મુજબ ગણવેશ મેળવનારા કર્મચારીઓમાં અમૃત દેસાઈ, મુકેશ ભીલ, દિનેશ મોદી, કિર્તીકુમાર પ્રજાપતિ, રજની સથવારા, કનુ સોલંકી અને બાબુ ઠાકોરનો સમાવેશ થાય છે. આ રીતે નગરપાલિકા દ્વારા 7 કાયમી કર્મચારીઓને કુલ 14 જોડી ગણવેશનું વિતરણ કરી વર્ષ 2026-27ની ગણવેશ વિતરણ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande