
ગીર સોમનાથ 25 નવેમ્બર (હિ.સ.) : ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં સમાવિષ્ટ ૯૦-સોમનાથ, ૯૧-તાલાલા, ૯૨-કોડિનાર (S.C) અને ૯૩-ઉના વિધાનસભા મતદાર વિભાગોમાં ફોટાવાળી મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે. ગીર સોમનાથ જિલ્લામાં તા.૦૧/૦૧/૨૦૨૭ની લાયકાતની તારીખના સંદર્ભમાં સંક્ષિપ્ત સુધારણા હેઠળ બાકી રહી ગયેલા અને નવા/પ્રથમ વખતના પાત્ર મતદારોના નામ મતદાર યાદીમાં નોંધવા અંગેની ખાસ ઝૂંબેશ યોજાશે.
આ ખાસ ઝુંબેશ અંતર્ગત તા.૨૯-૧૧-૨૦૨૬(રવિવાર), તા.૦૬-૧૨-૨૦૨૬(રવિવાર), તા.૧૩-૧૨-૨૦૨૬(રવિવાર)ના રોજ સવારના ૧૦:૦૦ કલાકથી સાંજના સાંજે પ-૦૦ કલાક સુધી નજીકના મતદાન મથક ખાતે બુથ લેવલ ઓફિસર ઉપસ્થિત રહેશે.
સંબંધિત મતદાન મથકો ખાતે બુથ લેવલ ઓફિસરને આધાર પુરાવા સાથે નિયત ફોર્મ ભરી સુપ્રત કરવાનું રહેશે.
આ સતત સુધારણા પ્રક્રિયા દરમિયાન ૧૮-૧૯ વર્ષના યુવા મતદારો અને સતત સુધારણા પ્રક્રિયા હેઠળ બાકી રહેલા તમામ પાત્ર નાગરીકોની મતદારયાદીમાં નોંધણી માટે વિશેષ પ્રયાસો કરવામાં આવશે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર જીતેન્દ્રસિહ વાઘેલાએ કોઈપણ પાત્ર નાગરિક મતદાર યાદીમાં નોંધણીથી વંચિત ન રહે અને આ ઝુંબેશનો લાભ લે એવો નાગરીકોને ખાસ અનુરોધ કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ