મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે શનિવારે પોરબંદરના મોઢવાડામાં મહેર સમાજના ભવનનું લોકાર્પણ થશે
પોરબંદર, 26 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર નજીકના મોઢવાડા ગામે આગામી શનિવારે તા. 28 નવેમ્બરના રોજ મહેર સમાજ માટે ઐતિહાસિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લીરબાઈ મા મહેર સમાજ ભવનનું લોકાર્પણ કરવામાં આવશે. બપોરે 2 વાગ
મોઢવાડામાં મહેર સમાજના  ભવનનું  મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થશે.


પોરબંદર, 26 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર નજીકના મોઢવાડા ગામે આગામી શનિવારે તા. 28 નવેમ્બરના રોજ મહેર સમાજ માટે ઐતિહાસિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લીરબાઈ મા મહેર સમાજ ભવનનું લોકાર્પણ કરવામાં આવશે. બપોરે 2 વાગ્યાથી યોજાનારા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આઈ લીરબાઈ માના આશીર્વાદ અને મહેર સમાજની એકતા, સંગઠન તથા સામૂહિક સહયોગથી મોઢવાડા ખાતે જિલ્લા કક્ષાનું આધુનિક મહેર સમાજ ભવન નિર્માણ પામ્યું છે. આ ભવનના લોકાર્પણ પ્રસંગે જામનગરનાં સાંસદ પૂનમબેન માડમ, રાણાવાવ-કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી, જામખંભાળિયાના ધારાસભ્ય મુળુ બેરા, દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, માધવપુરના ભગવાનજી કરગઠિયા, પૂર્વ મંત્રી બાબુ બોખીરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા, મેયર સાગર મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. મહેર સમાજના આગેવાનોમાં મહેર સુપ્રીમ કાઉન્સિલના સ્થાપક પ્રમુખ ડૉ. વિરમ ગોઢાણીયા, ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ વિમલજી ઓડેદરા અને પૂર્વ સાંસદ ભરતભાઈ ઓડેદરા સહિતના આગેવાનો પણ આ પ્રસંગે જોડાશે. અંદાજે સાડા સાત કરોડ રૂપિયાના ખર્ચેનિર્માણ પામેલા આ ભવનમાં 13,000 ચોરસ ફૂટનો અને 25 ફૂટ ઊંચાઈ ધરાવતો સેન્ટ્રલી એસી બેન્ક્વેટ હોલ, 7,000 ચોરસ ફૂટનો સેન્ટ્રલી એસી ડાઇનિંગ હોલ તથા 4,000 ચોરસ ફૂટનું આધુનિક કિચન બનાવવામાં આવ્યું છે. બહારગામથી આવતા મહેમાનો માટે એટેચ ટોયલેટ-બાથરૂમ સાથેના આઠ રૂમ અને વિશાળ પાર્કિંગની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. ભવનની વિશેષતા એ છે કે બેન્ક્વેટ હોલનો ઉપયોગ મલ્ટીપર્પઝ હોલ તરીકે કરવામાં આવશે. લગ્ન અને સામાજિક-ધાર્મિક પ્રસંગો ઉપરાંત અન્ય સમયે તેનો આંતરરાષ્ટ્રીય કક્ષાના ઇન્ડોર સ્પોર્ટ્સ હોલ તરીકે ઉપયોગ થઈ શકશે. યુવાનો માટે બોક્સ ક્રિકેટ, ક્રિકેટ ગ્રાઉન્ડ, વોલીબોલ, બાસ્કેટબોલ, પિકલબોલ અને બેડમિન્ટનની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત ભવનમાં 80 કિલોવોટની સોલાર સિસ્ટમ અને વરસાદી પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકાની વ્યવસ્થા કરવામાં આવી છે. સામાજિક કાર્યક્રમો, વિદ્યાર્થીઓના માર્ગદર્શન, ધાર્મિક પ્રસંગો, મહિલાઓના રાસડા અને યુવાનોની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે પણ આ ભવન ઉપયોગી બનશે. ભવન નિયમોને આધીન કોઈપણ વ્યક્તિ અને સમાજ માટે ખુલ્લું રહેશે. લીરબાઈ મા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ, સમસ્ત મોઢવાડા ગ્રામજનો, મહેર સમાજની દીકરીઓ તથા દેશ-વિદેશમાં વસતા દાતાઓના આર્થિક સહયોગથી આ ભવનનું નિર્માણ શક્ય બન્યું છે. લોકાર્પણ પ્રસંગે બપોરે 2 વાગ્યા બાદ બહેનોના પરંપરાગત રાસડા અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે રાત્રે 9 વાગ્યે લોકપ્રિય કલાકારો રસ્મિતા રબારી અને દેવરાજ ગઢવીનો લોકડાયરો યોજાશે.લીરબાઈ મા સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ અને સમસ્ત મોઢવાડા ગામ દ્વારા પોરબંદર જિલ્લાના તમામ સમાજબંધુઓ અને ભાવિકોને આ લોકાર્પણ સમારોહમાં સહભાગી થવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande