પોરબંદરના કુછડી મરીન ટાસ્ક ફોર્સ કેમ્પસ અને ખાસ જેલના આશરે રૂ. 17 કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ કરાયું
પોરબંદર, 26 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તેમજ પોલીસ અને જેલ વિભાગના માળખાકીય સુવિધાઓમાં વધારો કરવાના હેતુથી કુછડી મરીન ટાસ્ક ફોર્સ કેમ્પસ અને પોરબંદર ખાસ જેલ ખાતે ગુજરાત રાજ્ય
પોરબંદરના  કુછડી મરીન ટાસ્ક ફોર્સ કેમ્પસ  અને    ખાસ જેલના રૂ. આશરે  17કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ કરાયું.


પોરબંદરના  કુછડી મરીન ટાસ્ક ફોર્સ કેમ્પસ  અને    ખાસ જેલના રૂ. આશરે  17કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ કરાયું.


પોરબંદરના  કુછડી મરીન ટાસ્ક ફોર્સ કેમ્પસ  અને    ખાસ જેલના રૂ. આશરે  17કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ કરાયું.


પોરબંદરના  કુછડી મરીન ટાસ્ક ફોર્સ કેમ્પસ  અને    ખાસ જેલના રૂ. આશરે  17કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ કરાયું.


પોરબંદરના  કુછડી મરીન ટાસ્ક ફોર્સ કેમ્પસ  અને    ખાસ જેલના રૂ. આશરે  17કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ કરાયું.


પોરબંદરના  કુછડી મરીન ટાસ્ક ફોર્સ કેમ્પસ  અને    ખાસ જેલના રૂ. આશરે  17કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ કરાયું.


પોરબંદરના  કુછડી મરીન ટાસ્ક ફોર્સ કેમ્પસ  અને    ખાસ જેલના રૂ. આશરે  17કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ કરાયું.


પોરબંદર, 26 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને

વધુ મજબૂત બનાવવા તેમજ પોલીસ અને જેલ વિભાગના માળખાકીય સુવિધાઓમાં વધારો કરવાના

હેતુથી કુછડી મરીન ટાસ્ક ફોર્સ કેમ્પસ અને પોરબંદર ખાસ જેલ ખાતે ગુજરાત રાજ્ય

પોલીસ આવાસ નિગમ લિ. દ્વારા આશરે રૂ. 17 કરોડથી વધુના ખર્ચે નિર્મિત વિવિધ

વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 26/11ના મહત્વપૂર્ણ દિવસે યોજાયેલા આ

કાર્યક્રમમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા જેલ અને પોલીસ

હાઉસિંગ રાજ્યમંત્રી કમલેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન

મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સર્જિકલ

સ્ટ્રાઈક અને આધુનિક ટેકનોલોજીના યુગમાં યુદ્ધ તથા સુરક્ષાનું સ્વરૂપ બદલાઈ રહ્યું

છે. દેશની દરિયાઈ અને હવાઈ સીમાઓનું મહત્વ સતત વધી રહ્યું છે ત્યારે આ ક્ષેત્રોની

સુરક્ષા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ અનિવાર્ય બન્યો છે. તાજેતરમાં જામનગર ખાતે

યોજાયેલા એર શો અને હથિયારોના પ્રદર્શનનો ઉલ્લેખ કરતાં તેમણે ભારતીય સેના, ટેકનોલોજી નિષ્ણાતો અને

ઉદ્યોગસાહસિકોના સહયોગથી વિકસતી આધુનિક ટેકનોલોજી દ્વારા દેશની સુરક્ષા વ્યવસ્થાને

વધુ સશક્ત બનાવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જમીન પર ઉપલબ્ધ સંસાધનો મર્યાદિત

હોવાથી ભવિષ્યમાં દરિયાઈ સંસાધનોનો ઉપયોગ વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આશરે 500

ચોરસ કિલોમીટરના લાઈમ મડ બ્લોક દ્વારા સિમેન્ટ ઉદ્યોગને લાંબા ગાળા સુધી કાચો માલ

ઉપલબ્ધ થઈ શકે છે. આ ઉપરાંત પવન ઊર્જા, ટાઈડલ એનર્જી તેમજ દરિયાઈ વનસ્પતિ (આલ્ગી/સીવીડ)ના માધ્યમથી દવા, ખાદ્યપદાર્થો અને બાયો-ફ્યુઅલ ક્ષેત્રે

વિકાસની નવી તકો ઊભી થઈ શકે છે. આ દિશામાં મોચા નજીક આશરે રૂ. 100 કરોડના મરીન

બાયોટેકનોલોજી રિસર્ચ એન્ડ ઇનોવેશન કોરિડોર માટે જમીનની માંગણી અને આયોજન પણ

કરવામાં આવ્યું છે. આ પ્રવૃત્તિઓથી ઉદ્યોગોનો વિકાસ થવાની સાથે સ્થાનિક સ્તરે

રોજગારીની નવી તકોનું પણ સર્જન થશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનની નજીક આવેલી દેશની સરહદ અને

ભારતની વધતી શક્તિને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ સજ્જ બનાવવી જરૂરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સશક્ત અને એકજુટ રાષ્ટ્ર તરીકે આગળ વધી

રહ્યું છે. પોલીસ, સેના અને અર્ધલશ્કરી દળોની ક્ષમતાના

આધારે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌએ સાથે મળીને કાર્ય

કરવું જોઈએ.

આ પ્રસંગે જેલ અને પોલીસ હાઉસિંગ રાજ્યમંત્રી

કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, 26/11ના

મહત્વપૂર્ણ દિવસે કુછડી ગામે આશરે રૂ. 17 કરોડથી વધુના ખર્ચે નિર્મિત મરીન ટાસ્ક

ફોર્સ અને જેલ વિભાગનાં આવાસો તથા અન્ય સુવિધાઓનું લોકાર્પણ થવું એ દરિયાઈ

સુરક્ષાને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર રાષ્ટ્રીય

સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ કર્યા વિના સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ

બનાવવા કટિબદ્ધ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશની સરહદો અને દરિયાઈ સુરક્ષામાં

મરીન ફોર્સ, એટીએસ અને નેવલ વિભાગની ભૂમિકા અત્યંત

મહત્વપૂર્ણ છે. સુરક્ષાથી શાંતિ સ્થાપિત થાય છે અને શાંતિના માહોલમાં જ આર્થિક

વિકાસને વેગ મળે છે. પોરબંદરમાં આગામી સમયમાં સાકાર થનારા આશરે રૂ. 27 હજાર કરોડના

શિપયાર્ડ જેવા મોટા પ્રોજેક્ટ્સને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળોની જવાબદારી પણ

વધશે. સુરક્ષિત સીમાડા અને રાષ્ટ્રસેવાના સંકલ્પ સાથે ગુજરાત વિકસિત ભારતના

નિર્માણમાં અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ

બોખીરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા, મેયર સાગર મોદી, ડી.આઈ.જી.પી. ગિરીશ પંડ્યા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપભાઈ

કેશવાલા, જેલ અધિક્ષક પી. એચ. જાડેજા, કુછડીના સરપંચ નાગાભાઈ કુછડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન

તિવારી, સહિત પોલીસ અને જેલ વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ તથા આમંત્રિત મહાનુભાવો

ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande