
પાટણ, 26 નવેમ્બર (હિ.સ.) : પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિભાગ અને ICSSRના સંયુક્ત ઉપક્રમે 28 નવેમ્બર, 2026થી બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાનારી આ કોન્ફરન્સમાં GST સુધારા અને વિકસિત ભારત 2047ના લક્ષ્યને ધ્યાનમાં રાખીને MSMEs, ઉદ્યોગસાહસિકતા અને ગ્રામીણ અર્થતંત્ર પર થતી અસરો અંગે ચર્ચા થશે.
કોન્ફરન્સમાં દેશભરમાંથી GST અને આત્મનિર્ભર ભારત વિષય પર પ્રાપ્ત થયેલા કુલ 170 સંશોધન પત્રોનું ત્રણ વોલ્યુમમાં સંકલન કરી ISBN અને ISSN નંબર સાથે જર્નલમાં પ્રકાશન કરવામાં આવશે.
ઉદ્ઘાટન સત્રમાં કુલપતિ કે. સી. પોરિયા અધ્યક્ષસ્થાને રહેશે. મુખ્ય અતિથિ તરીકે સુનીલ મહેતા, અતિથિ વિશેષ તરીકે હિતેશ પંચાલ અને મુખ્ય વક્તા તરીકે અશ્વિન દલવાડી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.
આ આયોજનમાં ઇન્સ્ટિટ્યૂશનલ પેટ્રન તરીકે કુલસચિવ આર. એન. દેસાઈ જવાબદારી સંભાળી રહ્યા છે. જ્યારે ચેરપર્સન તરીકે નિશીથ ભટ્ટ, કન્વીનર તરીકે અશ્વિન મોદી અને કો-કન્વીનર તરીકે ધર્મેન્દ્ર ઠાકર આયોજનની કામગીરી સંભાળી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ