રાજકોટ શહેરના પોષ વિસ્તાર રેસકોર્સ પાર્કમાં કુટણખાનું ચલાવતી વૃદ્ધા ઝડપાઈ
રાજકોટ, 27 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ શહેરમાં દેહવ્યાપારના દૂષણને દૂર કરવા એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે શહેરના પોષ વિસ્તાર સમા રેસકોર્સ પાર્કમાં આવેલ ફ્લેટમાં વૃધ્ધા દ્વારા ચલાવવામાં આવતા કૂટણખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં ફ
ધરપકડ


રાજકોટ, 27 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ શહેરમાં દેહવ્યાપારના દૂષણને દૂર કરવા એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે શહેરના પોષ વિસ્તાર સમા રેસકોર્સ પાર્કમાં આવેલ ફ્લેટમાં વૃધ્ધા દ્વારા ચલાવવામાં આવતા કૂટણખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં ફ્લેટમાં વૃધ્ધા બહારથી મહિલાઓ બોલાવી સેક્સ રેકેટ ચલાવતી હતી જેમાં ગ્રાહક દીઠ રૂ.1000 વસૂલી રૂ.500 લલનાને આપી બાકીના રૂ.500 કમિશન પેટે પોતે રાખતી હોવાનું સામે આવતા પોલીસે વૃધ્ધાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ શહેર એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, રેષકોર્ષ પાર્કમાં એક મહિલા પોતાના ફ્લેટમાં બહારથી ગ્રાહક બોલાવી દેહવ્યાપારનો ધંધો કરાવે છે જેથી સ્થળ પર ડમી ગ્રાહક મોકલી દરોડો પાડતા ફ્લેટ ધારક મહિલા શિલ્પા ગીરીશભાઈ માણેક પોતે બહારગામથી મહિલાઓને બોલાવી પોતાના ફ્લેટમાં રાખી બહારથી ગ્રાહકો બોલાવી દેહ વ્યાપારનો ધંધો કરાવી આર્થીક લાભ મેળવતા હોવાનું સામે આવ્યું હતું.

પોલીસ તપાસમાં કુટણખાનું ચલાવનાર 60 વર્ષીય શિલ્પાબેન ગીરીશભાઇ માણેક પોતે કોઠારીયા મેઈન રોડ પર મેહુલનગરમાં રહેતી હોવાનું સામે આવ્યું છે. પોતે રેસકોર્સ પાર્કમાં ફ્લેટ ખાતે માંડા ડુંગર વિસ્તારમાં રહેતી મહિલાને બોલાવી બાદમાં બહારથી ગ્રાહકો બોલાવી તેની પાસે દેહવ્યાપારનો ધંધો કરાવતી હતી. જેમાં ગ્રાહકદીઠ રૂ.1000 લઇ તેમાથી લલનાને રૂ.500 આપી બાકીના રૂ.500 કમીશન પેટે પોતે આર્થીક કમાણી કરી પોતાનો જીવન નીર્વાહ ચલાવતી હતી.

પોલીસે આરોપી મહિલા શિલ્પાબેન માણેકની અંગ જડતી કરતા તેમની પાસેથી રૂ.3500 મળી આવ્યા હતા તથા બે મોબાઈલ મળી આવ્યા હતા જેની કિંમત રૂ.10,000 ગણી કુલ રૂ.13,500નો મુદામાલ કબ્જે કરી આરોપી મહિલા કેટલા સમયથી કુટણખાનું ચલાવતી હતી તેમજ અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત મવડી ચોકમાં શિવમ બિલ્ડિંગમાં આવેલા ઓરેન્જ વેલનેસ ફેમિલી સ્યામાં મળેલી ચોકકસ બાતમીના આધારે પીઆઈ પી. એન. પઢીયારે સ્ટાફના માણસો સાથે દરોડો પાડી કૂટણખાનું ઝડપી લીધું હતું. ડમી ગ્રાહક મોકલી ખરાઈ કર્યા બાદ દરોડો પાડયો હતો. સ્યામાંથી ત્રિપુરાની બે રૂપલલના મળી આવી હતી. સંચાલક મહેશ બાબુભાઈ ચૌહાણ (ઉ.વ.૩૯, રહે. બાવરીયાપરા, રેસકોર્સ રિંગ રોડ, મૂળ ગીર સોમનાથ)ની અટકાયત કરાઈ હતી. અટકાયત કરાઈ હતી. તે ગ્રાહક પાસેથી એન્ટ્રી ફી તરીકે રૂા. ૧ હજાર અને શરીર સંબંધ બાંધવા માટે એકસ્ટ્રા સર્વિસના નામે રૂા.૩ હજાર વસૂલ કરતો હતો. તેની પાસેથી રૂા.૪ હજાર રોકડા અને મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ માસથી કૂટણખાનું ચલાવતો હોવાનું રટણ કર્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande