
- ૧૭ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી રૂ.૭,૫૦૦નો વહીવટી ચાર્જ વસૂલાયો, ૧૭ આસામીઓને નોટિસ
રાજકોટ, 27 નવેમ્બર (હિ.સ.) :
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ૨૭ નવેમ્બર ૨૦૨૬ના રોજ ખાદ્યપદાર્થોમાં ભેળસેળ અને ગંદકી અટકાવવા સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ હતી. આ સર્વેલન્સ ચેકિંગમાં કુલ ૩૨ પેઢી તપાસવામાં આવી હતી. દરમિયાન ૧૭ કિલો વાસી અને એક્સપાયર્ડ જથ્થાનો નાશ કરાયો હતો, ૧૭ પેઢીને નોટિસ ફટકારી રૂ. ૭,૫૦૦નો ચાર્જ વસૂલાયો હતો અને ૭ નમૂના લેબોરેટરીમાં મોકલાયા હતા.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ વિવિધ વિસ્તારોમાંથી ખાદ્યપદાર્થોના ૭ નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા હતા. ગોંડલ રોડ પર બોમ્બે ગેરેજ પેટ્રોલ પંપ પાસે આવેલી ધ પાઈનવીંટા હોટલમાંથી લુઝ પનીર અને પ્રિપેડ લુઝ મગના શાકના નમૂના લઈ હાઈજેનિક કન્ડિશન અંગે નોટિસ અપાઈ હતી. કોઠારીયા રોડ પર સુભાષ નગર મેઇન રોડ પરના જય યોગેશ્વર ડેરીફાર્મમાંથી લૂઝ બટર અને મિક્સ દૂધના નમૂના લેવાયા હતા. ઉપરાંત કોઠારીયા મેઇન રોડ પર ૮૦ ફુટ રોડ સ્થિત તપસી રેસ્ટોરન્ટમાંથી લૂઝ લાલ મરચું પાઉડર, હળદર અને ગ્રેવીના નમૂના લઈ હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ ફટકારાઈ હતી.
અખાદ્ય અને એક્સપાયર્ડ જથ્થાના નાશની કાર્યવાહીમાં કુવાડવા હાઈવે પર જુના જકાતનાકા સામે આવેલી જય દેવજીવન રેસ્ટોરન્ટમાંથી વાસી મંચુરિયન, પનીર અને બાંધેલો લોટ મળી ૬ કિલો જથ્થો નાશ કરી લાયસન્સ તથા સ્વચ્છતા મુદ્દે નોટિસ સાથે રૂ. ૫૦૦ વસૂલાયા હતા. કોઠારીયા રોડ પર ન્યુ સાગર સોસાયટીના રહાન પ્રોવિઝન સ્ટોરમાંથી એક્સપાયરી ફૂડ પેકેટ અને પસ્તી મળી ૫ કિલો જથ્થો નાશ કરી નોટિસ તથા રૂ. ૫૦૦નો ચાર્જ વસૂલાયો હતો. જ્યારે ભોજલરામ સોસાયટીના હરિ પ્રોવિઝનમાંથી એક્સપાયરી ફૂડ પેકેટનો ૬ કિલો જથ્થો નાશ કરી યોગ્ય લેબલિંગ અને લાઇસન્સ મુદ્દે નોટિસ આપી રૂ. ૫૦૦નો ચાર્જ વસૂલાયો હતો.
વહીવટી ચાર્જ વસૂલાત અંતર્ગત ૮૦ ફુટ રોડ મટુકી મેઈન રોડ પરના જય ખોડીયાર ચાઈનીઝ એન્ડ પંજાબી, ક્રિષ્ના દાળપકવાન અને શ્યામ પાન & ચાને હાઈજેનિક કન્ડિશન મુદ્દે નોટિસ આપી પ્રત્યેક પાસેથી રૂ. ૫૦૦ તેમજ પ્રમુખરાજ ડેરી ફાર્મ પાસેથી રૂ. ૫૦૦ વસૂલાયા હતા. અમદાવાદ હાઇવે પર જૂના માર્કેટ યાર્ડ જી-૨ સ્થિત જી એન્ટરપ્રાઇઝને નોટિસ આપી રૂ. ૨,૦૦૦, ભવાની ચોક સ્થિત સૈરાની ફીશ પાસેથી રૂ. ૧,૦૦૦ તથા સૈરાની સમોસા અને ન્યુ સાગર સોસાયટીના સંતોષ પ્રોવિઝન પાસેથી રૂ. ૫૦૦-૫૦૦ વહીવટી ચાર્જ વસૂલી લાયસન્સ અને લેબલિંગ બાબતે નોટિસ અપાઈ હતી.
આ ઉપરાંત ગ્રીનલેન્ડ ચોકડી પાસે મોરબી હાઇવે પરના શક્તિ ચાપડી ઊંધિયુંને સ્વચ્છતા બાબતે, કુવાડવા હાઇવે પરના માલધારી પાન કાફે, પુનિત નગર ૮૦ ફુટ રોડ પરના નકળંગ ટી નાસ્તા તથા મોગલ પાન એન્ડ કોલ્ડ્રીંક્સને લાઇસન્સ મુદ્દે અને ગાંધીગ્રામ એસ.કે.ચોક સ્થિત શ્રુતિ ચટણીને સ્વચ્છતા તથા લેબલીંગ બાબતે નોટિસ અપાઈ હતી. ચેકિંગમાં રેસકોર્સ રીંગરોડ પર પટેલ આઈસ્ક્રીમ, ભક્તિનગર સર્કલ પર સોનારૂપા આઈસ્ક્રીમ, સ્ટેશન પ્લોટમાં ફેવરિટ આઈસ્ક્રીમ, રૈયા રોડ પર બીગડીલ આઈસ્ક્રીમ, ગ્રીનલેન્ડ ચોકડી પાસે રાજશ્રી પરોઠા હાઉસ, મિસ્ટર સેન્ડવીચ વડાવ્યા, અયોધ્યા ચોક પાસે કમલેશ આઈસ્ક્રીમ, આદેશ ગ્રુપ ૯૯ પેરેલલ કાફે, કુવાડવા હાઇવે પર માલધારી હોટલ, કનૈયા રેસ્ટોરન્ટ તથા પુનિત નગર અને ૮૦ ફુટ રોડ પર ખોડલધામ ફાસ્ટ ફૂડ, બાપા સીતારામ નાસ્તા ગ્રુહ, જલિયાણ પાઉભાજી અને નાગદાદા રેસ્ટોરન્ટ એન્ડ હોટલની તપાસ કરાઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt