પાટણ : શંખેશ્વરના સૂબાપુરા અને તારાનગરમાં અંદાજે 1200 વિઘા જમીનમાં ખારાં પાણી ભરાયાં, ખેડૂતો ચિંતિત
પાટણ, 28 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના સૂબાપુરા અને તારાનગર ગામમાં નાના રણના સીમાડે આવેલી અંદાજે 1200 વિઘા જમીનમાં ચોમાસા દરમિયાન ભરાયેલું ખારું પાણી હજુ સુધી ઓસર્યું નથી. ખેતરોમાં લાંબા સમયથી પાણી ભરાયેલું રહેતાં જમીનમાં ખારાશ
શંખેશ્વરના સૂબાપુરા અને તારાનગરમાં અંદાજે 1200 વિઘા જમીનમાં ખારાં પાણી ભરાયાં, ખેડૂતો ચિંતિત


શંખેશ્વરના સૂબાપુરા અને તારાનગરમાં અંદાજે 1200 વિઘા જમીનમાં ખારાં પાણી ભરાયાં, ખેડૂતો ચિંતિત


પાટણ, 28 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના સૂબાપુરા અને તારાનગર ગામમાં નાના રણના સીમાડે આવેલી અંદાજે 1200 વિઘા જમીનમાં ચોમાસા દરમિયાન ભરાયેલું ખારું પાણી હજુ સુધી ઓસર્યું નથી. ખેતરોમાં લાંબા સમયથી પાણી ભરાયેલું રહેતાં જમીનમાં ખારાશ વધવાની અને ખેતીને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, રાવળા તળાવનું પાણી પણ ઉભરાઈને ખેતરોમાં ફરી વળ્યું છે, જેના કારણે સમસ્યા વધુ ગંભીર બની છે.

ખેડૂતોનો આક્ષેપ છે કે ખાનગી સોલાર કંપનીઓએ પોતાના પ્લાન્ટમાં પાણી પ્રવેશતું અટકાવવા માટે માટીના આડા પાળા બનાવ્યા છે. તેના કારણે વરસાદી પાણીનો રૂપેણ નદી તરફ જતો કુદરતી પ્રવાહ અવરોધાયો છે અને પાણી ખેતરોમાં ભરાઈ રહ્યું છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, લાંબા સમય સુધી પાણી ભરાયેલું રહેવાથી જમીનની ફળદ્રુપતા પર અસર થવાની શક્યતા છે અને આગામી ખેતીના પાકને પણ નુકસાન થઈ શકે છે.

આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને ચાણસ્મા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય દિનેશજી ઠાકોરે અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત લીધી હતી. તેમણે ખેડૂતો સાથે વાતચીત કરી સ્થળ પરની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. દિનેશજી ઠાકોરે જણાવ્યું હતું કે ખાનગી કંપની દ્વારા બનાવવામાં આવેલા આડા પાળાને કારણે પાણીનો પ્રવાહ અટક્યો હોવાની બાબત સામે આવી છે. આ મુદ્દે સરકાર સમક્ષ રજૂઆત કરીને ખેડૂતોને પાણી ભરાવાની સમસ્યામાંથી મુક્તિ અપાવવા જરૂરી પ્રયત્નો કરવાની ખાતરી તેમણે આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande